Quinoa In Gujarati | ક્વિનોઆ એટલે શું અને ક્વિનોઆના ફાયદા

Quinoa In Gujarati ને આપણે સામાન્ય ભાષામાં ક્વિનોઆ તરીકે જ ઓળખીએ છીએ. અન્ય પ્રાદેશિક ભાષામાં આને કોદરી કે બાવટો કહેવામાં આવે છે. આ એક પ્રકારનું ગુણકારી ધાન્ય હોય છે. જેના દ્વારા અનેક સ્વાદિષ્ટ અને પોષ્ટીક વાનગીઓ તૈયાર થઇ શકે છે.

Quinoa In Gujarati ક્વિનોઆ એટલે શું અને ક્વિનોઆના ફાયદા

ગુણકારી ક્વિનોઆ પ્રોટીનનું એક સરસ સ્ત્રોત છે. જે શરીરમાંથી વિટામિન્સની ઉણપને આસાનીથી દૂર કરી શકે છે. સાથે જ આમાં અઢળક પ્રમાણમાં એંટી-ઓક્સિડેન્ટ ગુણોની ઉપસ્થિતિ છે. જેના કારણે શરીરમાં રહેલ ઝેરી પદાર્થો નીકળી જાય છે.

ક્વિનોઆ એટલે શું (Meaning Of Quinoa In Gujarati)

ક્વિનોઆ એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે. જેને ગુજરાતીમાં (Meaning Of Quinoa In Gujarati) ક્વિનોઆ અથવા કોદરી કહેવામાં આવે છે. ગુજરાતની પ્રાદેશિક ભાષામાં આને અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે.

દક્ષિણ અમેરિકાના એંડીઝ પર્વતો પર ક્વિનોઆના છોડ ઘણી માત્રામાં ઉગે છે. જેની ઊંચાઈ લગભગ 1 થી 2 મીટર જેટલી હોય છે. ક્વિનોઆ છોડ એક આયુર્વેદિક ફાયદાઓથી ભરપૂર ઔષધિ છે. જેના ફળ, ફૂલ, ડાળી, મૂળિયાં અને બીજ બધું જ લાભકારી હોય છે.

ચિકિત્સા જગતમાં આને ચિનોપોડિયમ ક્વિનોઆ (Chenopodium Quinoa) ના નામથી ઓળખવામાં આવે છે. ક્વિનોઆ છોડના બીજોને ક્વિનોઆ ધાન્ય અથવા અનાજ તરીકે લોકો આહારમાં લે છે.

ક્વિનોઆના પ્રકાર (Types Of Quinoa In Gujarati)

ઘણા લોકો ક્વિનોઆના યોગ્ય પ્રકાર વિશે માહિતગાર હોતા નથી. જેના કારણે તેઓ પોતાના માટે સારું ક્વિનોઆ ખરીદી શકતા નથી. માર્કિટમાં ક્વિનોઆ ઘણાં પ્રકારના હોય છે. જેના મુખ્ય પ્રકાર અને માહિતી નીચે દર્શાવેલ છે.

(1) સફેદ ક્વિનોઆ

  • આઈવરી ક્વિનોઆના નામથી પ્રખ્યાત ક્વિનોઆનો આ સહુથી સામાન્ય પ્રકાર છે. જેને લોકો સહુથી વધારે આહારમાં લેવાનું પસંદ કરે છે. સફેદ ક્વિનોઆ સરળતાથી બજારમાં તમને મળી શકે છે.

(2) લાલ ક્વિનોઆ

  • આ ક્વિનોઆનો જ એક પ્રકાર છે જે લાલ કલરનો હોય છે. આનાથી કોઈ વાનગી બનાવ્યા પછી પણ તેના રંગમાં કોઈ જ બદલાવ આવતો નથી.

(3) કાળું ક્વિનોઆ

  • કાળા ક્વિનોઆના બીજ સહેજ જાંબુડી કલરના દેખાય છે. આ સ્વાદમાં થોડા મીઠાસ વાળા હોય છે. આને બનાવ્યા બાદ પણ તેનો રંગ આ જ રહે છે.

ક્વિનોઆના ગુણકારી ફાયદા (Benefits Of Quinoa In Gujarati)

પોષ્ટીક આહાર રૂપે પુરી દુનિયામાં જાણીતું થયેલ ક્વિનોઆ પોષક તત્વોથી ભરપૂર છે. આમાં પ્રોટીન, ફાઈબર તથા એમિનો એસિડ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઘણી હદ સુધી સારું રહે છે.

(1) હૃદય સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ

આજ-કલ લોકોમાં હૃદય રોગના હુમલા વધારે જોવા મળે છે. પરંતુ જો હૃદય તંદુરસ્ત રહેશે તો હાર્ટ અટેક જેવી જીવલેણ બીમારીથી બચી શકાય છે. આવી સ્થિતિમાં તમારા રોજિંદા ખોરાક પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

હૃદય સ્વાસ્થ્ય માટે ક્વિનોઆ ઘણું મહત્વપૂર્ણ છે. ક્વિનોઆમાં મુખ્ય રૂપથી જોવા મળતા પોટેશિયમથી ટ્રાઇગ્લિસરાઈડ સ્તરને ઓછું કરી શકાય છે. જેના કારણે હૃદય સંબંધી વિકાર થવાની શક્યતા ઘટી જાય છે.

ઉપયોગ કરવાની રીત

  • હૃદય સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે રોજ સવારે સફેદ ક્વિનોઆને શેકીને ખાવા જોઈએ.
  • ક્વિનોઆથી બનેલ કોઈ પણ હેલ્થી વાનગી તમે જમવામાં લઇ શકો છો.

(2) પાચનતંત્રમાં કરે સુધાર

અયોગ્ય ખાન-પાનના કારણે પાચનતંત્રમાં વિકાર થાય છે. જયારે જમેલુ ભોજન યોગ્ય રીતે પાચન થતું નથી, પાચન દરમિયાન કઠિનાઈઓ ઉભી થાય છે. જેના કારણે આપણું પાચનતંત્ર નબળું પડે છે અને પાચન લક્ષી સમસ્યાઓ ઉભી થાય છે.

ક્વિનોઆ પાચન ક્રિયાને સુધારવામાં મદદગાર છે. આમાં જોવા મળતા એમિનો એસિડ, કાર્બોહાઇડ્રેટ, લિપિડ અને મેક્રોન્યુટ્રીએંટ્સના કારણે પાચન ક્રિયામાં હકારાત્મક બદલાવ આવે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

  • જેમ બની શકે તેમ વધારે ને વધારે ક્વિનોઆથી બનેલ ખોરાક આહારમાં લેવો જોઈએ.

(3) મધુપ્રમેહ નિયંત્રણ માટે

ભારતમાં સમયની સાથે મધુપ્રમેહના દર્દીઓની સંખ્યા વધતી જ જાય છે. આ ચિંતાજનક સ્થિતિને જોતા ડાયાબિટીસ કંટ્રોલ માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. મધુપ્રમેહ થવા પાછળ ઘણા કારણો જોવા મળે છે.

NCBI ના એક રિપોર્ટ પ્રમાણે ટાઈપ 2 ડાયાબિટીસ દર્દીઓ માટે ક્વિનોઆ ઘણું લાભદાયક છે. ક્વિનોઆ શરીરમાં ઈન્સુલિનની સક્રિયતા વધારી દે છે. જેના કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં આવી જાય છે.

ઉપયોગ કરવાની રીત

  • સવારના અને બપોરના નાશ્તામાં ક્વિનોઆથી બનેલ ફૂડ લેવું જોઈએ.
  • શેકેલા ક્વિનોઆને પણ તમે સ્નેક્સ રૂપે ખાઈ શકો છો.

(4) એનિમિયાના પ્રભાવને ઘટાડે

એનિમિયા લોહી સંબંધિત એક ગંભીર બીમારી છે. જે ખાસ કરીને મહિલાઓમાં વધારે જોવા મળે છે. એનિમિયાને મટાડવા માટે લોકો અનેક પ્રકારની દવાઓ લે છે. પરંતુ કુદરતી તથા ઘરેલુ ઉપચાર કરવા વધારે સારા છે.

રિસર્ચ અનુસાર એક તારણ નીકળ્યું છે કે, ક્વિનોઆ એનિમિયાના પ્રભાવને ઘણી હદ સુધી ઘટાડી શકે છે. આના લીધે શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર વધે છે. આમાં રહેલ એંટી-એનિમેટિક ગુણ લોહીની કમીને પુરી કરે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

  • એનિમિયાનું પ્રમાણ ઘટાડવા માટે ફળ, શાકભાજીના સલાડમાં ક્વિનોઆ બીજ શેકીને નાખવા જોઈએ.

(5) કૅન્સર રોગમાં લાભકારી

કૅન્સરને સહુથી ગંભીર બીમારી માનવામાં આવે છે. કૅન્સર રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. પહેલાના સમયમાં કૅન્સર રોગનો કોઈ યોગ્ય ઈલાજ ન હતો. પરંતુ આજે કૅન્સર રોગના અનેક દર્દીઓ સાજા થઇ શકે છે.

મુખ્ય રૂપથી ક્વિનોઆ લીવર અને સ્તન કૅન્સરની વિરુદ્ધ સારી રીતે કાર્ય કરે છે. ક્વિનોઆ બીજની અંદર એન્ટિ-કૅન્સર ગુણોની ઉપસ્થતિ છે. આ કૅન્સરનો કોઈ અકસીર ઉપાય તો નથી. પરંતુ ઘણી હદ સુધી આ કૅન્સરમાં રાહત આપી શકે છે.

ઉપયોગ કરવાની રીત

  • કૅન્સરની ડાયેટમાં ક્વિનોઆનો સમાવેશ કરવો જોઈએ. આને તમે સવાર અથવા સાંજના સમયે આરોગી શકો છો.

(6) ઓસ્ટીયોપોરોસીસનો ખતરો દૂર કરે

ઓસ્ટીયોપોરોસીસ (Osteoporosis) એક પ્રકારની હાડકાની બીમારી છે. જે હાડકાના કમજોર પડવાના કારણે થાય છે. આ બીમારીથી હાડકામાં ધનત્વ ઓછું થઇ જાય છે. પરિણામે હાથ, પગ, કમર અથવા કરોડરજ્જુનો દુખાઓ ઉત્પન્ન થાય છે.

ઓસ્ટીયોપોરોસીસના ખતરાને ટાળવા માટે તમે ક્વિનોઆને ઉપયોગમાં લઇ શકો છો. ક્વિનોઆમાં બીટા-ઈકડીસોન નામના ફાઇટોએસિડીરોઇડ જોવા મળે છે. જે હાડકામાં કેલ્શિયમની કમીને પૂર્ણ કરે છે અને હાડકાંઓનું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

  • ક્વિનોઆ છોડના પાંદડાનો લેપ કરવાથી હાડકાનો દુખાઓ ઓછો થાય છે.
  • ક્વિનોઆ બીજને આખી રાત પાણીમાં પલાળી સવારે તેને નાશ્તા અથવા દૂધમાં નાખીને ખાવામાં લઇ શકાય છે.

(7) રક્ત કોશિકાઓનો વિકાસ કરે

દરેક કરોડઅસ્થિધારી સજીવના લોહીમાં લાલ રક્તકણ જોવા મળે છે. પરંતુ ઓક્સિજન કે હિમોગ્લોબીનની કમીના કારણે રક્ત કોશિકાઓ નબળી પડે છે. તથા તેમના વિકાસમાં પણ વિકાર થાય છે. આનો દુષ્પ્રભાવ પુરા શરીર પર પડે છે.

લાલ રક્ત કોશિકાઓના વિકાસ માટે ક્વિનોઆ બધી રીતે ગુણકારી છે. આમાં એમિનો એસિડ અને એન્ટિ ઓક્સિડેન્ટ ગુણોની ઉપસ્થતિ છે. જેના લીધે નબળી પડેલ કોશિકાઓમાં સુધાર આવે છે.

ઉપયોગ કરવાની રીત

  • લોહીનું પ્રમાણ વધે તેવા ખોરાક અને ક્વિનોઆનું સેવન સવાર-સાંજ કરવું જોઈએ.

(8) ચમકીલા વાળ માટે

ચમકદાર અને ઘટાદાર વાળ દરેક મહિલાની સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે. આવા વાળ માટે લોકો હેર સલૂનમાં પણ જાય છે. પણ સૌંદર્ય વિશેષજ્ઞો પ્રમાણે વાળ તથા ત્વચાનો બની શકે એટલો ઘરેલુ ઈલાજ કરવો જોઈએ.

વાળનું સ્વાસ્થ્ય જાળવવું હોય તો તમે ક્વિનોઆને ઉપયોગમાં લઇ શકો છો. આના પોષક તત્વો તથા પુષ્કળ માત્રામાં રહેલ પ્રોટીન વાળનું સ્વાસ્થ્ય સારું કરે છે. આના કારણે ખરતા વાળની સમસ્યા પણ ઘણી હદ સુધી કમ થઇ શકે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

  • આખી રાત ક્વિનોઆના બીજને પાણીમાં પલાળી રાખો.
  • સવારે આની પેસ્ટ બનાવી તેમાં બદામનું તેલ, એલોવેરા અને ક્વિનોઆ પાનનો ભુક્કો નાખો.
  • આ પેસ્ટ માથામાં લગાવી સુકાઈ નહિ ત્યાં સુધી રહેવા દો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી વાળને ધોઈ લો.

(9) માથાની ખોડો દૂર કરે

વાળમાં ખોડાની એટલે કે ડેન્ડ્રફની સમસ્યા શિયાળા ઋતુમાં બહુ સામાન્ય બની જાય છે. ખોડો બહુજ વધી જાય ત્યારે તે ખભા પર પણ ખરવા લાગે છે. આવું જાહેર સ્થળ પર થયું હોય તો આપણને શરમની સ્થિતિમાં મુકાવું પડે છે.

માથામાં પડેલ ખોડાની સમસ્યાનું સમાધાન લાવવામાં ક્વિનોઆ ફાયદાકારક છે. ક્વિનોઆમાં મુખરૂપથી જોવા મળતું પ્રોટીન વાળને જડથી મજબૂત કરે છે. તથા અન્ય પોષક તત્વો વાળમાં નમી આપીને ખોડો દૂર કરે છે.

ઉપયોગ કરવાની રીત

  • ક્વિનોઆ પાંદડાંના લેપમાં 1 ચમચી નારિયળ અથવા બદામ તેલ નાખો.
  • ત્યારબાદ સુકાયેલા ક્વિનોઆ બીજનો પાવડર અંદર નાખીને મિશ્રણ બનાવો.
  • આ મિશ્રણ અઠવાડિયામાં 2 વાર લગાડવાથી ઓછા સમયમાં ડેન્ડ્રફથી રાહત મળે છે.

(10) ત્વચા માટે છે ગુણકારી

સુંદર, નિખાર વાળી તથા દાગ રહિત ત્વચા દરેક વ્યક્તિને પસંદ હોય છે. આના માટે લોકો સૌંદર્ય ઉત્પાદનો, ટ્રીટમેન્ટ તથા કુદરતી ઉપાયો પણ કરતા હોય છે. ઘણાને આમાંથી જોઈતું પરિણામ મળતું નથી.

પ્રાકૃતિક રીતે ત્વચાને સુંદર અને દાગ રહિત બનાવવા માટે ક્વિનોઆને ઉપયોગમાં લઇ શકો છો. આ તમને મોંઘી ક્રિમ્સ કરતા પણ સારું પરિણામ આપે છે. ક્વિનોઆ ત્વચાની પ્રાકૃતિક નમીને જાળવીને તેને સ્વસ્થ, મુલાયમ અને દાગ રહિત બનાવવામાં મદદ કરે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

  • ક્વિનોઆ બીજના પેસ્ટમાં મધ નાખીને લગાવવાથી ત્વચા પર કુદરતી ચમક આવે છે.
  • બેસન, ક્વિનોઆ પાવડર, ગુલાબજળનો લેપ લગાવવાથી ચેહરા પરના દાગ-ધબ્બા દૂર થાય છે.

સફેદ કોળું (Ash Gourd) શું છે

ક્વિનોઆના અન્ય ફાયદા

  • પ્રોટીનથી ભરપૂર હોવાના કારણે આ શરીરમાંથી પ્રોટીનની ઉણપને દૂર કરે છે.
  • મેટાબોલિઝમમાં સુધાર કરવામાં ક્વિનોઆ ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે.
  • શરીરના કોઈ પણ ભાગમાં આવે સોજા પર ક્વિનોઆ પાંદડાનો લેપ લગાવવાથી તે ઘણી સરળતાથી મટી જાય છે.
  • શોધ અનુસાર ક્વિનોઆમાં એંટી-હાઇપરસેંટીવ ગુણ હોવા મળે છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લેવાનું કાર્ય કરે છે.
  • એંટી-ઈફ્લેમેટરી ગુણોના કારણે આના લેપથી કોઈ પણ ઘાવ જલ્દી જ ભરાઈ જાય છે.
  • ચામડીના રોગોમાં ક્વિનોઆ લેપ લગાવવાથી ફાયદો થાય છે.

ક્વિનોઆના નુકસાન (Side Effects Of Quinoa In Gujarati)

અગણિત ફાયદાઓથી ભરપૂર ક્વિનોઆના થોડા ઘણા નુકસાન પણ જોવા મળે છે. જેથી હમેશા સારી ગુણવત્તા વાળું ક્વિનોઆ યોગ્ય માત્રામાં જ આહારમાં લેવું જોઈએ.

  • ક્વિનોઆની અંદર એંટી-હાઇપરસેંટીવ ગુણ જોવા મળે છે. જે બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે. પરંતુ લો બ્લડપ્રેશરના દર્દીઓને આના કારણે સમસ્યા થઇ શકે છે.
  • સામાન્ય રીતે ક્વિનોઆમાં ફાઈબરની અત્યાધિક માત્રા જોવા મળે છે. જેથી ક્વિનોઆના વધારે સેવનથી પાચન લક્ષી સમસ્યાઓ થઇ શકે છે.
  • આના કારણે અમુક વાર પેટમાં દુખાઓ, અલ્સર અથવા ગેસની સમસ્યા થવાની સંભાવના રહે છે.
  • ક્વિનોઆમાં ઓક્સેલિક એસિડ જોવા મળે છે. જેના કારણે શ્વસનતંત્રમાં સોજા અને બળતરા થવાની શક્યતા રહે છે.
  • વધારે પડતું ક્વિનોઆ ખાવાથી માથામાં દુખાવો તથા ગભરાહટ થાય છે.
  • આમાં ઓક્સેલિક એસિડની વધારે માત્રા છે, જેના કારણે પથરી થઇ શકે છે.

ક્વિનોઆના પોષક તત્વો (Nutritional Value Of Quinoa In Gujarati)

ગુણકારી ક્વિનોઆમાં પોષક તત્વોનો ભંડાર છે. જેનાથી આપણને અનેક લાભ પ્રાપ્ત થાય છે. તો આવો જાણીએ પ્રતિ 100 ગ્રામ ક્વિનોઆમાં  કેટલા પોષક ગુણ રહેલા છે.

  1. પાણી – 71.61 g
  2. ઉર્જા – 120 Kcal
  3. પ્રોટીન – 4.4 g
  4. ટોટલ લિપિડ – 1.92 g
  5. કાર્બોહાઇડ્રેટ – 21.3 g
  6. ફાઈબર – 2.8 g
  7. શુગર – 0.87 g
  8. કેલ્શિયમ – 17 mg
  9. આયર્ન – 1.49 mg
  10. મેગ્નેશિયમ – 64 mg
  11. ફાસફારોસ – 152 mg
  12. પોટેશિયમ – 172 mg
  13. સોડિયમ – 07 mg
  14. ઝીંક – 1.09 mg
  15. કોપર – 0.192 mg
  16. મેંગનિઝ – 0.631 mg
  17. સેલેનિયમ – 2.8 µg
  18. થિયામીન – 0.107 mg
  19. રાઇબોફ્લેવિન – 0.11 mg
  20. નિયાસિન – 0;412 mg
  21. વિટામિન બી 6 – 0.123 mg
  22. ફોલેટ – 42 µg
  23. વિટામિન એ – 05 IU
  24. વિટામિન ઈ – 0.63 mg
  25. ફેટી એસિડ (સેચુરેટેડ) – 0.231 g
  26. ફેટી એસિડ (મોનોઅનસેચુરેટેડ) – 0.528 g
  27. ફેટી એસિડ (પોલિઅનસેચુરેટેડ) – 1.078 g

આશા કરું છું ક્વિનોઆના ફાયદા અને નુકસાન (Quinoa In Gujarati) ની સંપૂર્ણ માહિતી આપવામાં સફળ રહી છું. પોસ્ટ પસંદ આવી હોય તો મિત્રો સાથે જરૂર શેયર કરો.

Leave a Comment