પીપળાનું પાન શું છે, ફાયદા અને નુકસાનની પુરી જાણકારી | Pipla Na Pan

ઔષધિ એ આપણને કુદરતે આપેલ એક અણમોલ ભેટ છે. જેના દ્વારા ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ નો ઈલાજ કરી શકાય છે. આવી જ એક ગુણકારી ઔષધિ છે પીપળાનું ઝાડ. આમ તો પીપળા ના ઝાડનું બધું જ લાભકારી હોય છે. પણ સ્વાસ્થ્ય માટે પીપળાના પાન ઘણા મહત્વપૂર્ણ છે.

પીપળાનું પાન શું છે, ફાયદા અને નુકસાન ની પુરી જાણકારી | Pipla Na Pan

સામાન્ય રીતે પીપળાનું ઝાડ વધારે કરીને બધી જ જગ્યાઓ પર જોવા મળે છે. સાથે જ હિન્દૂ ધર્મમાં પણ પીપળાના વૃક્ષને એક વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. વસ્તુ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે પીપળા ના ઝાડ પર દરેક દેવી-દેવતાઓ નો વાસ હોય છે.

પીપળાનું પાન શું છે (Pipla Na Pan In Gujarati)

ઔષધિય ગુણોથી ભરપૂર વડ પ્રજાતિના એક વૃક્ષને પીપળાનું ઝાડ કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં પીપળા ના વૃક્ષને એક અનેરું સ્થાન આપવામાં આવ્યું છે. હિન્દૂ ધર્મમાં આ ઝાડની પૂજા પણ કરવામાં આવે છે.

કદમાં પીપળાનું ઝાડ ઘણું મોટું અને ઘટાદાર હોય છે. પહેલા ના સમય દરમિયાન લોકો ગરમીની ઋતુમાં પીપળા ના ઝાડની નીચે બેસતા અથવા સુતા હતા. પીપળા ના પાન અન્ય વૃક્ષોના પાંદડાથી વધારે નરમ અને મજબૂત હોય છે.

વિકિપીડિયા અનુસાર પીપળાનું વૈજ્ઞાનિક નામ ફિકસ રૅલીગીઓસા (Ficus Religiosa) છે. આયુર્વેદ પ્રમાણે પીપળા વૃક્ષના અનેક ફાયદા જોવા મળે છે. આ વૃક્ષ દિવસમાં ઑક્સિજન પ્રદાન કરે છે, પરંતુ રાતમાં નહિ.. પીપળા ના પાન દ્વારા ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ નો ઉકેલ કરવામાં આવે છે.

પીપળા ના પાનના અદભુત ફાયદા (Pipla Na Fayda)

અગણિત ફાયદાઓથી ભરપૂર પીપળા ના પાન આરોગ્ય માટે ઘણા ઉમદા છે. આ પવિત્ર વૃક્ષને ઘણા સમય પહેલાથી ઉપયોગમાં લેવાય છે. પહેલા ના લોકો આ વૃક્ષના પાંદડાનો લેપ લગાવી ઘણી સ્વાસ્થ્ય લક્ષી પરેશાનીઓને દૂર કરતા.

પીપળા ના પાનથી થતા સંપૂર્ણ ફાયદા અને ઉપયોગની માહિતી નીચે બતાવી છે.

(1) શ્વાસલક્ષી પરેશાની દૂર કરે

ઉંમર વધવાની સાથે શરીરમાં ઘણા બધા લક્ષણો દેખાય છે. તેમાંથી એક છે, શ્વાસ લેવામાં તકલીફ પડવી. સામાન્ય રીતે શ્વસન પ્રક્રિયામાં આવેલ નબળાઈ ના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે.

તમે આવી પરેશાની નો સામનો કરી રહ્યા હોય, તો આને દૂર કરવામાં પીપળાનું પાન સહાયરૂપ છે. આનાથી ઘબરાહટ, શ્વાસ લેવામાં આવતી મુશ્કેલી, છાતીમાં જકડન અને ખાંસી જેવી સમસ્યા દૂર થાય છે. પાનમાં રહેલ બ્રોકોસ્પસમ (Bronchospasm) આ બધા પ્રભાવ થતા અટકાવે છે.

ઉપયોગ કરવાની રીત

  • સૌપ્રથમ પીપળાની છાલ અને તેના પાકેલા ફળનું ચૂર્ણ લો. ત્યારબાદ તેમાં પીપળા ના પાન નો લેપ નાખો.
  • આ મિશ્રણને ગરમ પાણીમાં નાખીને પીવાથી શ્વસન રોગમાં રાહત થાય છે.
  • પીપળાના ફળ અને પાંદડાથી બનેલ ચૂર્ણના સેવનથી શ્વસન રોગ સાજો થાય છે.

(2) મધુપ્રમેહ નો યોગ્ય ઈલાજ

દિવસે ને દિવસે દેશ-વિદેશમાં મધુપ્રમેહના દર્દીઓની સંખ્યા વધતી જ જાય છે. એવામાં આ સમસ્યાનો યોગ્ય ઉકેલ કરવો પણ જરૂરી છે. આ સમસ્યા વધવાથી ઘણી સ્વાસ્થ્ય પરેશાનીઓ થવાની શક્યતા રહે છે.

ડાયાબિટીજના ઉપચાર માટે પીપળાનું પાન સહાયક બને છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો પ્રમાણે પીપળાના પાનમાં એન્ટી-ડાયાબિટીક ગુણ જોવા મળે છે. જેના કારણે ઈન્સુલિન બને છે અને રક્તમાં શર્કરાનું પ્રમાણ ઓછું થાય છે.

ઉપયોગ કરવાની રીત

  • પીપળાના વૃક્ષની છાલ અને તેના પાંદડાથી બનાવેલ ઉકાળાને પીવાથી ડાયાબિટીજનું પ્રમાણ ઓછું થાય છે.
  • ગરમ પાણીમાં પીપળા પાનનું ચૂર્ણ નાખીને પીવાથી મધુપ્રમેહના લક્ષણો દૂર થાય છે.

(3) રક્ત શુદ્ધિકરણ માટે

લોહી સાફ હોય તો ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. રક્ત દ્વારા શરીરને પોશાક તત્વો અને ઓક્સિજનની પ્રાપ્તિ થાય છે. પરંતુ ઘણીવાર રક્તમાં નુકસાનકારક પદાર્થો જમા થઇ જાય છે.

આવી સ્થિતિમાં રક્તના શુદ્ધિકરણ માટે પીપળાના પાન ઉપયોગમાં લઇ શકાય છે. Pipla Na Pan માં રહેલ એંટી-ઓક્સિડેન્ટ અને એંટી-બેકટેરીઅલ ગુણ રક્ત શુદ્ધિકરણ માટે મદદગાર છે.

ઉપયોગ કરવાની રીત

  • શુદ્ધ પ્રાકૃતિક પીપળા ના પાનનો રસ પીવાથી લોહી સાફ થાય છે.
  • આયુર્વેદિક ઉકાળામાં પીપળા પાનનો રસ નાખીને પીવાથી રક્ત સંબંધિત વિકારોમાં રાહત મળે છે.

(4) કમળાની અસર ખતમ કરે

માનવ શરીરમાં બીલીરુબીન નામનું તત્વ વધવાના કારણે કમળો થાય છે. આના લીધે શરીર અને આંખો પર પીળાશ છવાઈ જાય છે. સામાન્ય રીતે આ સમસ્યા હેપેરાઇટિસ નામના વાયરસ સંક્ર્મણના કારણે થાય છે.

આવા સમય દરમિયાન પીપળાનું પાન ઘણું લાભકારી બને છે. વૈજ્ઞાનિક શોધ અનુસાર આમાં ફ્લેવોનોઈડ (Flavonoid) અને સ્ટેરોલ્સ (Sterols) જેવા બાયો એકટીવ યૌગિક છે. જે કમળાની તમામ અસરને પ્રભાવી રૂપથી ખતમ કરે છે.

ઉપયોગ કરવાની રીત

  • થોડી ખાંડમાં 3-4 સુકાયેલા પીપળાના પાનનો ભુક્કો અને 250 મીલી પાણી નાખીને સારી રીતે મિશ્રણ બનાઓ.
  • પછી તેને સ્વસ્છ કાપડ અથવા ગરણી વડે ગાળી લો. દિવસમાં આ રસ 2 થી 3 વાર પીવો જોઈએ.
  • આના કારણે કમળો સાજો થવાની શક્યતાઓ વધી જાય છે અને પીળાશ પણ ઘટે છે.

(5) મૂત્ર લક્ષી સમસ્યાઓથી નિરાંત

બદલાતી લાઇફ સ્ટાઇલ અને વાતાવરણ વચ્ચે વ્યક્તિ કોઈ ન કોઈ સમસ્યાઓનો સામનો કરી રહેલ હોય છે. તેમાં શારીરિક અને મૂત્ર લક્ષી સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે. આ સમસ્યાથી પીડિત વ્યક્તિએ જલ્દી યોગ્ય ઉપાય કરવાની જરૂર હોય છે.

મૂત્ર સંબંધી સમસ્યાનો નિકાલ કરવા માટે તમે પીપળાના પાન ઉપયોગમાં લઇ શકો છો. વિશેષજ્ઞો અનુસાર આ પાંદડામાં એંટી-બેકટેરીઅલ ગુણ જોવા મળે છે. જે મૂત્ર માર્ગમાં આવેલ તમામ પ્રકારના વિકારોને દૂર કરી શકે છે.

ઉપયોગ કરવાની રીત

  • પીપળા વૃક્ષની છાલ અને પાંદડાથી બનાવેલ ઉકાળો પીવાથી મૂત્ર લક્ષી સમસ્યાથી નિરાંત મળે છે.
  • નવશેકા પાણીમાં પીપળા પાનનું ચૂર્ણ નાખીને પીવું જોઈએ. આનાથી પેશાબ સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે.

(6) હૃદય સ્વાસ્થ્ય માટે લાભકારી

હૃદય આપણા શરીરનું સહુથી વધારે મહત્વપૂર્ણ અંગ છે. આજ-કલ હાર્ટ અટેકની સમસ્યાઓ વધતી જાય છે. આવી સ્થિતિમાં હૃદય સ્વાસ્થ્યની સાર-સંભાળ રાખવી બહુ જરૂરી છે. જીવનેશૈલીમાં થોડો ફેરફાર લાવવાથી આ સમસ્યાને નિયંત્રણમાં લાવી શકાય છે.

હૃદય સ્વાસ્થ્યને બરાબર રાખવા માટે પીપળાના પાન લાભકારી છે. આ પાંદડાની અંદર ઓક્સિડેન્ટ અને કાર્ડિયોપ્રોટેકટિવ ગુણોની ભરમાર હોય છે. જેના કારણે Pipla Na Pan હૃદય સ્વાસ્થ્યને સારી રીતે સંભાળી શકે છે.

ઉપયોગ કરવાની રીત

  • સ્વચ્છ તાજા પાણીમાં આખી રાત પીપળાના પાન પલાળીને દરરોજ પીવાથી હૃદય સ્વાસ્થ્ય સારું રહે છે.
  • પીપળા ના પાન નો રસ પીવાથી હૃદય રોગમાં આરામ મળે છે.

(7) તાવ મટાડવામાં દવા સમાન

તાવ આવવો એ એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે. જે બદલાતી ઋતુઓ દરમિયાન થતું એક પ્રકારનું સંક્રમણ હોય છે. આ થોડા સમયમાં મટી પણ જાય છે. સામાન્ય રીતે તાવના ઘણા પ્રકારો જોવા મળે છે.

સામાન્યથી લઈને ગંભીર તાવને મટાડવામાં પીપળાનું પાન અસરકારક છે. પાનમાં રહેલ પોષક તત્વોના કારણે તાવની સમસ્યામાં રાહત થાય છે. તાવ મટાડવામાં પીપળા ના પાન દવા સમાન કાર્ય કરે છે.

ઉપયોગ કરવાની રીત

  • 1-2 ગ્રામ જેટલી માત્રામાં પીપળાની છાલ અને પાંદડાનો લેપ માથા ઉપર લગાવવાથી તાવમાં ઠંડક મળે છે.
  • પીપળાના પાન દ્વારા તૈયાર થયેલ ઉકાળો દર્દીને આપવાથી તાવ જલ્દી મટે છે.

(8) ખાંસી ઉધરસમાં ફાયદાકારક

અયોગ્ય ખાન-પાનના કારણે આપણને ખાંસી ઉધરસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ એવી પરેશાની હોય છે જે સમયની સાથે મટી જાય છે. પણ અમુક વાર જિદ્દી ખાંસી થઇ હોય તો તે વધારે સમય સુધી ટકે છે.

ખાંસી-ઉધરસ શરીરમાં કફ તથા અન્ય હાનિકારક પદાર્થોના જમા થવાથી થાય છે. આ બધાને દૂર કરવામાં પીપળાના પાન લાભદાયી બને છે. તેના કારણે ખાંસી તથા ઉધરસમાં ઘણી ખરી રાહત મળે છે.

ઉપયોગ કરવાની રીત

  • ઉધરસ ખુબ જ વધી ગયી હોય તો ગરમ પાણીમાં પીપળાની છાલ અને પાંદડા નાખીને મિશ્રણ બનાઓ.
  • આ મિશ્રણ દ્વારા બનેલા પાણી વડે કોગળા કરવાથી ઉધરસ ખાંસી દૂર થાય છે.
  • આયુર્વેદિક ઉકાળામાં પીપળાના પાન નાખીને પીવાથી ખાંસીમાં આરામ મળે છે.

(9) શારીરિક ઇજા મટાડે

ઘણી વાર જાણ્યે-અજાણ્યે આપણને શરીરના કોઈ ભાગમાં વાગી જાય છે. આના કારણે આપણને નાની કે મોટી શારીરિક ઇજા પહુંચે છે. આ ઇજા લાંબા સમયગાળા સુધી રહે તો તે ખતરા સમાન બની જાય છે.

આના ઉપચાર માટે તમે પીપળા પાનને ઉપયોગ લઇ શકો છો. આ પાંદડામાં પ્રભાવી રૂપથી રહેલ એંટી-ઓક્સિડેન્ટ અને એન્ટિ-બેએકટેરીઅલ ગુણ ઇજાને દૂર કરવામાં મુખ્યરૂપે સહાયકની ભૂમિકા નિભાવે છે.

ઉપયોગ કરવાની રીત

  • સુકાઈ ગયેલા પીપળાના પાન અને છાલનો બારીક ભુક્કો બનાવી લો.
  • આ ભુક્કાને ઇજા થયેલ જગ્યા પર લગાવવવાથી દુખાવો દૂર થાય છે.
  • પીપળાના પાનનો લેપ ઇજા થયેલ અથવા વાગેલું છે. તે જગ્યા પર લગાવવાથી વાગ્યા પર મલ્હમનું કામ કરે છે.

(10) ત્વચાને મુલાયમ બનાવવા માટે

બદલાતી ઋતુઓની અસર આપણા સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા પર પણ પડે છે. જેના કારણે ત્વચા પર અનેક પ્રકારની આડઅસર થાય છે. તેનાથી ત્વચા સુકાયેલી, બેજાન અને શુષ્ક પડેલી દેખાય છે.

આ સમસ્યાના યોગ્ય નિવારણ માટે પીપળાનું પાન ફાયદો આપે છે. પીપળાના પાનના કારણે ત્વચાની કુદરતી ચમક પાછી આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં તમે આને ઉપયોગમાં લઇ શકો છો.

ઉપયોગ કરવાની રીત

  • શિયાળામાં સ્નાન કરતા પહેલા ગુલાબ જળ, મધ, બેસન અને પીપળાના પાનનું મિશ્રણ બનાવી શરીર પર લગાઓ.
  • સુકાયા પછી ગરમ પાણીથી સ્નાન કરી લો. આનાથી ત્વચા કુદરતી રૂપે સુંદર અને તંદુરસ્ત બને છે.

સફેદ કોળાં (Ash Gourd) ના 8 ખાસ ફાયદા

પીપળા પાનના અન્ય ફાયદા

  • પીપળા પાનનો લેપ લગાવવાથી ચેહરા પર થયેલ દાગ-ધબ્બા દૂર થાય છે.
  • ત્વચા લક્ષી રોગ મટાડવામાં આ બહુ ગુણકારી સાબિત થાય છે.
  • ઉંમર વધવાના લક્ષણો જેવા કે પેચીસ, રેશિસ સ્કિન, કાળા કુંડાળા, ફાઈન લાઇન્સ આ બધું પીપળાના લેપથી દૂર થાય છે.
  • લીવરની યોગ્ય સાર-સંભાળ માટે આ અસરદાર ઔષધિ છે.
  • જે મહિલા ગર્ભ ધારણ નથી કરી શકતી. તેઓને પીપળાનો ઉકાળો પીવાની સલાહ આપવામાં આવે છે.
  • આમાં રહેલ ઇમ્યુનોમોડ્યુલેટરી (Immunomodulatory) ગુણ મહિલાઓની પ્રજનન ક્ષમતામાં વધારો કરે છે.
  • કમજોરી દૂર કરવામાં આ ઔષધિય પાંદડા અસરકારક હોય છે.
  • પીપળાના પાન અસ્થમા જેવી સમસ્યાઓમાં ઘણી રાહત આપે છે.
  • પેટ તથા પાચન તંત્રને લગતી સમસ્યાઓ નું નિવારણ થાય છે.
  • દરરોજ પીપળાના પાંદડાનું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે.
  • ટાઇફોઇડનો તાવ હોય તો પીપળા પાનનો ઉકાળો પીવો ઉપચાર સમાન છે.
  • મોઢામાં થયેલ ચાંદાને મટાડવામાં Pipla Na Pan ગુણકારી છે.
  • સતત હેડકી (હિચકી) આવતી હોય તો પીપળા પાનનો રસ પીવાથી તે રોકાઈ જાય છે.
  • ફાટેલી પગની એડિયોને ઠીક કરવામાં પીપળાના પાન નો લેપ ગુણકારી છે.
  • દાદર, ખુજલી, ખાજ જેવા ત્વચા સંક્રમણને આ ઔષધિ દૂર કરે છે.
  • પીપળાના પાનમાં કેલ્શિયમની વધારે માત્રા હોય છે. જેના કારણે દાંત અને હડ્ડિયોંનું સ્વાસ્થ્ય સારું રહે છે.

પીપળા પાનના નુકસાન (Pipla Na Nuksan)

ઘણા બધા ઉત્તમ ફાયદાઓથી ભરપૂર પીપળા પાનના અતિરિક્ત સેવનથી સ્વાસ્થ્યને નુકસાન થવાની સંભાવના રહે છે. એટલે હમેશા આયુર્વેદ નિષ્ણાંતની સલાહ અનુસાર બની શકે તો તેનું સેવન અથવા ઉપયોગ કરો.

  • કેલ્શિયમ વધુ પ્રમાણમાં હોવાથી આના કારણે પ્રોસ્ટેટ કેન્સર થવાનો ભય રહે છે.
  • વધારે માત્રામાં પીપળા પાનના સેવનથી પેટમાં દુખાઓ, ગેસ અને પેટમાં મરોડ જેવી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
  • સ્વાદમાં પીપળા ના પાન ઘણા કડવા હોય છે. આ કડવા સ્વાદના કારણે ઉલ્ટી થવાની શક્યતા વધારે રહે છે.
  • વધારે પડતા પીપળા પાન ના સેવનથી હૃદય રોગ થવાની સંભવના રહે છે.

પીપળાના પાનમાં રહેલ પોષક તત્વોની જાણકારી

ચમત્કારી પીપળા ના પાનના બહુ બધા ફાયદા જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે આમાં પોષક ગુણોની વધારે માત્રા છે. તો આવો જાણીએ પીપળા ના પાનમાં રહેલ પોષક ગુણની જાણકારી.

  • મોઇશ્ચર કંટેન્ટ – 50.50 mg
  • કાર્બોહાઇડ્રેટ – 19.20 mg
  • પ્રોટીન – 13.55 mg
  • ફૅટ – 2.5 mg
  • ફાઈબર – 26.1 mg
  • એશ કંટેન્ટ – 12.9 mg
  • કેલ્શિયમ – 1.67 mg
  • આયર્ન – 0.18 mg
  • કોપર – 0.105 mg
  • મેગ્નીશિયમ – 0.355 mg

બિલિપત્ર (Bilipatra) ના 8 ફાયદા અને ઔષધીય ગુણ

આશા કરું છું પીપળાનું પાન (Pipla Na Pan) શું છે, ફાયદા અને નુકસાનની પુરી જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરો.

Leave a Comment