મસ્ટર્ડ સીડ્સને ગુજરાતીમાં (Mustard Seeds In Gujarati) રાઈ કહેવાય છે. આ એક જાતનો મસાલો હોય છે. જેનો ઉપયોગ રસોઈનો સ્વાદ વધારવા માટે થાય છે.
રાઈના છોડને સરસવ વનસ્પતિના નામે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં સરસવનાં શાકને ઘણું પસંદ કરવામાં આવે છે. સાથે જ આ છોડના ઘણા ઉપયોગ જોવા મળે છે.
સરસવ વનસ્પતિમાંથી મળતા બીજને રાઈ કહેવામાં આવે છે. આ બીજને પીસીને ઘણા મસાલા તૈયાર કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર રાઈ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.
રાઈ વિષે જાણકારી (Mustard Seeds In Gujarati)
રાઈ એક પ્રકારનું ગુણકારી બીજ છે. જે સરસવ વનસ્પતિના ફળમાંથી મળે છે. આના એક ફળમાં 8 થી 10 બીજ હોય છે. જે કાળા અથવા પીળા રંગના હોય છે.
ગુજરાતીમાં મસ્ટર્ડ સીડ્સને રાઈના નામથી ઓળખવામાં આવે છે. અન્ય પ્રાદેશિક ભાષામાં આને સરસવના નામે બોલવવામાં આવે છે.
રાઇને પીસીને તેનો પાવડર તથા તેલ નીકાળવામાં આવે છે. રાઈની જેમ જ તેનું તેલ પણ ઘણું લાભકારી હોય છે. આ તેલ દ્વારા ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર થઇ શકે છે.
સરસવનો છોડ લગભગ 1 થી 3 સેન્ટી મીટર જેટલો લાંબો હોય છે. આની ઉપર પીળા રંગના આકર્ષક ફૂલ ખીલે છે. આ છોડની ખેતી પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઝારખંડ અને આસામમાં વધારે થાય છે.
રાઈનું વૈજ્ઞાનિક નામ બ્રેસિકા કેમપેટ્રીસ (Brassica Campestris) છે. જે ક્રુસિફેરા (Cruciferae) અથવા બ્રેસિકેસી (Brassicaceae) પરિવારથી સંબંધિત છે.
રાઈના પ્રકાર (Types Of Mustard Seeds In Gujarati)
ઘણા લોકો રાઈના પ્રકાર વિષે યોગ્ય રીતે માહિતગાર હોતા નથી. તેઓ તેના ફાયદા પણ સારી રીતે નથી પ્રાપ્ત કરી શકતા. તેથી જાણવું જરૂરી છે કે રાઈના કેટલા પ્રકાર હોય છે. સામાન્ય રીતે રાઈના 3 પ્રકાર જોવા મળે છે.
(1) કાળી રાઈ (Black Mustard Seeds)
રાઈનો આ સહુથી સામાન્ય પ્રકાર છે. આવી રાઈનો રંગ કાળો હોય છે. રાઈના ત્રણેવ પ્રકારમાં કાળી રાઇને સહુથી વધારે ઉપયોગમાં લેવાય છે.
સંશોધન અનુસાર કાળી રાઇને વ્યંજનોમાં નાખવાથી તેનો સ્વાદ તો વધે જ છે. સાથે-સાથે તેની પોષ્ટિકતામાં પણ વધારો થાય છે.
(2) પીળી રાઈ (Yellow Mustard Seeds)
આ પ્રકારની રાઈનો રંગ હલ્કો પીળાશ પડતો હોય છે. સ્વાદની દ્રષ્ટિએ પીળી રાઈ ઘણી મજેદાર હોય છે. અધિકાંશ ગુજરાતી વાનગીઓમાં આનો ઉપયોગ થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પણ પીળી રાઈનું ઘણું મહત્વ હોય છે. કહેવાય છે કે આનાથી પિતૃ દોષ તથા આર્થિક સમસ્યાઓ દૂર થઇ શકે છે.
(3) ભૂરી રાઈ (Brown Mustard Seeds)
ભૂરા રંગમાં જોવા મળતી આ રાઈ સહુથી વધારે સ્વાદિષ્ટ હોય છે. ખાસ કરીને અથાણાં તથા મુરબ્બાની બનાવટમાં આને ઉપયોગમાં લેવાય છે.
પીળી રાઈની તુલનામાં આ રાઈ કદમાં થોડી નાની હોય છે. ગુજરાતમાં લોકપ્રિય ખમણ, ખીચડી તથા ઢોકળામાં રાઈનું એક અનોખું સ્થાન છે.
રાઈના ફાયદા (Benefits Of Mustard Seeds In Gujarati)
કદમાં રાઈ ભલે નાની હોય, પરંતુ આના કારણે ઘણા મોટા સ્વાસ્થ્ય લક્ષી ફાયદા મળે છે. જેની સવિસ્તાર માહિતી અહીં દર્શાવી છે.
(1) એન્ટી કૅન્સર ગુણ છે
કૅન્સરને એક ગંભીર બીમારી માનવામાં આવે છે. પરંતુ કૅન્સરના જોખમને ટાળવા માટે રાઇને ઉપયોગમાં લઇ શકાય છે. રાઈની અંદર એન્ટી કૅન્સર ગુણોની ઉપસ્થિતિ છે.
જે શરીરમાં કૅન્સરની કોશિકાઓનો વિકાસ થતો અટકાવે છે. આથી નિયમિત આહારમાં રાઈને લેવાથી કૅન્સરના ખતરાને ટાળી શકાય છે.
(2) અસ્થમામાં અસરદાર
અસ્થમા એક પ્રકારની શ્વસન લક્ષી બીમારી છે. આ બીમારીમાં રાઈ ઘણો ફાયદો આપે છે. રાઈના કારણે ફેફસાની કાર્ય ક્ષમતામાં સુધારો થાય છે.
મસ્ટર્ડ સીડ્સમાં સાઇનપાઈન (Sinapine) નામનું યૌગિક રહેલ છે. જે માંસપેશીયો તથા ફેફસાના સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. આનાથી અસ્થમાની બીમારીમાં રાહત પ્રાપ્ત થાય છે.
(3) માઇગ્રેનનો ખતરો ટાળે
અસહ્ય માથાના દુઃખાવાની પરિસ્થિતિને માઈગ્રેનના નામે ઓળખવામાં આવે છે. માઈગ્રેનના દર્દને રોકવા માટે રાઈના બીજ અસરકારક હોય છે.
બીજમાં રાઇબોફ્લેવિન નામનું તત્વ રહેલ છે. જેના થકી માઈગ્રેનના ખતરાને ટાળી શકાય છે. સાથે જ માનસિક સ્થિતિ પણ સારી બને છે.
(4) રક્તચાપ નિયંત્રણ કરે
નિમ્ન તથા અધિક રક્તચાપની પરિસ્થતિને નિયંત્રણમાં લેવા માટે રાઈનો ઉપયોગ કરવો હિતાવહ છે. રાઈમાં રહેલ એથનોલ નામનું તત્વ રક્તચાપને કંટ્રોલ કરે છે.
રોજના ખોરાકમાં રાઈ ખાવાથી બ્લડ પ્રેશરને યોગ્ય પ્રમાણમાં રાખી શકાય છે. રક્તચાપના દર્દીઓ માટે રાઈ ઘણી લાભકારી છે.
(5) માંસપેશિયોમાં આરામ મળે
આજની ભાગ-દૌડ વાળી જિંદગીમાં લોકો યોગ્ય રીતે આરામ નથી લઇ શકતા. જેના કારણે તેઓમાં માંસપેશીયોમાં ખેંચાવ અથવા દુખાવો જેવી પરેશાનીઓ થાય છે.
આનું સમાધાન કરવા માટે રાઈનું તેલ લગાવવું ગુણકારી છે. શિયાળાના દિવસોમાં રાઈના તેલને હુંફાળું ગરમ કરીને માલિશ કરવી જોઈએ. આનાથી બહુ જ ઓછા સમયમાં માંસપેશિયોને આરામ મળે છે.
(6) વાળનો વિકાસ થાય
તૂટતાં અથવા પાતળા થઇ ગયેલ વાળના વિકાસ માટે રાઈ ઘણી ઉપયોગી છે. નવા વાળ ઉગાડવા માટે રાઈના તેલને ગરમ કરીને માથામાં માલિશ કરવી જોઈએ.
રાઈના તેલમાં પ્રોટીન, વિટામિન અને ફેટી એસિડ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. જેના કારણે આ તેલ વાળ માટે ઘણું અસરદાર છે.
(7) તાવમાં ઉપયોગી
બદલાતી ઋતુ દરમિયાન તાવ આવવો એક સામાન્ય વાત છે. તાવની પરિસ્થતિમાં તમે પીળી રાઈથી તૈયાર થયેલ આયુર્વેદિક ઉકાળો પી શકો છો.
એક શોધ અનુસાર એવું કહેવાયું છે કે રાઈના પાણીથી તાવ ઓછો થઇ શકે છે. આ માટે ગરમ પાણીમાં રાઈના દાણા નાખીને તેમાં પગ ડુબાડવા જોઈએ.
(8) એન્ટી એજિંગનું કાર્ય કરે
વધતી ઉંમરની સાથે ચેહરા પર ઝુર્રીયો અને ફાઈન લાઇન્સ પડે છે. પણ યોગ્ય સંભાળ રાખવાથી આ સમસ્યાને પાછળ ઠેલવી શકાય છે.
રાઈનું તેલ લગાવવાથી ચેહરા પરથી ઝુર્રીયો ઓછી થાય છે. આનાથી ત્વચા સુંવાળી અને ચમકદાર બને છે. રોજ રાઈના તેલની માલિશ કરવાથી ત્વચા લક્ષી સમસ્યાઓ ઓછી થાય છે.
(9) કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે
કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છો? તો રાઈનો ઉપયોગ કરવો જોઈએ. રોજના આહારમાં રાઈના બીજ નાખવાથી હૃદય સ્વાસ્થ્ય સુરક્ષિત રહે છે.
રાઈ દ્વારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ નીકળી જાય છે. સાથે જ સારા કોલેસ્ટ્રોલની માત્રા સપ્રમાણમાં રહે છે. રાઈથી બનાવેલ ઘરેલુ ખુરાક પણ હૃદય સ્વાસ્થ્ય માટે સારો હોય છે.
(10) માસિક દરમિયાન લાભકારી
માસિકના દિવસો દરમિયાન રાઈથી બનેલ ઉકાળો પીવાથી દુખાવામાં રાહત મળે છે. પેટ તથા કમરમાં દુખાવો હોય તે પણ રાઈથી દૂર થાય છે.
ઉકાળામાં તમે તુલસીના પાંદડા, હળદર, મધ તથા ગોળ નાખી શકો છો. રાઈમાં રહેલ કેલ્શિયમ અને મેગ્નેશિયમ અનેક શારીરિક પરેશાનીઓ દૂર કરે છે.
રાઈના નુકસાન (Side Effects Of Mustard Seeds In Gujarati)
સામાન્ય રીતે રોજ-બરોજ ઉપયોગમાં લેવાતી રાઈના અઢળક ફાયદા છે. પરંતુ અમુક પરિસ્થિતિમાં અથવા વધારે માત્રામાં લેવાથી નુકસાન થવાની સંભાવના રહે છે.
- તળવા માટે લીધેલ રાઈના તેલનો ઉપયોગ વધારે વાર ના કરી શકાય. વારંવાર આ તેલનો ઉપયોગ કરવાથી ફેફસાનું કૅન્સર થવાની શક્યતા વધી જાય છે.
- લાંબા સમય સુધી ત્વચા પર રાઈનું તેલ લગાવી રાખવાથી ખંજવાળ અથવા બળતરાની સમસ્યા સર્જાઈ શકે છે.
- રાઈનું અધિક સેવન કરવાથી શરીરમાં વિટામિન-ઈ વધારે માત્રામાં આવી જાય છે. તેના કારણે સ્કિન એલર્જી થઇ શકે છે.
- સરસવના તેલની અંદર ઈરોસિક એસિડની પુષ્કળ માત્રા હોય છે. જેથી આને વધારે માત્રામાં ખાવાથી નુકસાન પહુંચી શકે છે.
- રાઈની તાસીર ગરમ હોય છે. જેથી ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરી સલાહ અનુસાર રાઇને ઉપયોગમાં લેવી જોઈએ.
- જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા છે, તે લોકોએ રાઈના સેવનથી બચવું જોઈએ. રાઈના કારણે તેમની સમસ્યા વધી શકે છે.
- તમે પહેલેથી જ કોઈ ગંભીર બીમારીમાં છો અથવા કોઈ દવાનું સેવન કરી રહ્યા છો. તો સપ્રમાણમાં રાઈનું સેવન કરવું જોઈએ.
રાઈના ઉપયોગ (Uses Of Mustard Seeds In Gujarati)
અનેક લાભકારી પોષક ગુણોથી ભરપૂર રાઈના ઘણા ઉપયોગ કરવામાં આવે છે. નીચે દર્શાવેલ માહિતી દ્વારા તમે સરળતાથી રાઇને ઉપયોગમાં લઇ શકો છો.
- માલિશ કરવા માટે રાઈના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.
- આ તેલનો ઉપયોગ ખાવાનું બનાવવામાં પણ થાય છે.
- શાક, દાળ અને કઢીના વઘાર માટે રાઈ મહત્વની છે.
- પકોડી, પાપડ, રોટલી, મઠિયા અને પુરી તળવા માટે રાઈનું તેલ સારું છે.
- વાળમાં તમે સરસવનું તેલ લગાવી શકો છો.
- રાઈ દ્વારા ગુણકારી આયુર્વેદિક ઉકાળાનું નિર્માણ થાય છે.
- ઘણી દવા, કેપ્સુલ અને સીરપની બનાવટમાં રાઈનો ઉપયોગ થાય છે.
- સલાડની અંદર રાઈના બીજ અને તેલ નાખી શકાય છે.
- સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે રાઈ જરૂરી છે.
- રાઇને પીસીને પાવડર બનાવી શકાય છે. આ પાવડરનો ઉપયોગ મસાલા રૂપે થાય છે.
- રાઈના પાવડરને દાંતમાં ઘસી શકાય છે.
- હેલ્થી જ્યુસમાં રાઈનો પાવડર નાખી શકાય છે.
કુટ્ટુના લોટ વિષે સંપૂર્ણ જાણકારી
આશા કરું છુ રાઈના ફાયદા, નુકસાન અને ઉપયોગની સારી જાણકારી આપી શકી છુ. મળીએ નવી પોસ્ટમાં નવી માહિતી સાથે, ત્યાં સુધી ટેક કેયર.