ગુંદ ના 8 જબરદસ્ત ફાયદા | Gond Katira In Gujarati

Gond Katira એક હિન્દી ભાષી શબ્દ છે, જેને ગુજરાતીમાં ગુંદ અથવા ગુંદર કહેવાય છે. ગુંદ વૃક્ષ માંથી નીકળતો પીડા રંગ નો ચીપચીપીલો પદાર્થ છે. જેનો સ્વાદ બધાને પસંદ નથી આવતો, પણ જે ખાય તેના માટે ઔષધીય ગુણો થી ભરપૂર છે.

ગુંદ ના 8 જબરદસ્ત ફાયદા | Gond Katira In Gujarati

ગુંદર તેના મુખ્ય ગુણધર્મ પ્રમાણે શરીર ને ઠંડક અને ઘણા બધા સ્વાસ્થ્ય લાભ આપે છે. જો આનું સેવન કરવું હોય તો 2 રીતે કરી શકાય છે.

  • જેવું છે તેવું જ ઓર્ગનીક ગુંદર ખાવું.
  • કોઈ રેસીપી માં ગુંદર નાખવું, જેમ કે લાડવા.

સામાન્ય રીતે ઓર્ગનિક કાચું ગુંદ ખાવામાં સારું નથી લાગતું. એટલે શ્રેષ્ઠ એજ છે કે કોઈ લાડવા જેવી વાનગી સાથે ગુંદ મિલાવી દેવામાં આવે. આમ ખાવામાં સરળતા રહેશે અને સ્વાસ્થકિય લાભ પણ મળી જશે.

ગુંદ ના 8 જબરદસ્ત ફાયદા અને જાણકારી

આપણા ગુજરાતમાં મોટા ભાગના સ્થળો એ બાવળ, લીમડા, આંબળા અને સરગવાના વૃક્ષો હોય છે. ઉનાળામાં આ વૃક્ષો ના થડ પર ગુંદર પ્રવાહી બને છે. થોડા સમય માં પ્રવાહી પદાર્થ સુકાઈને કઠણ સ્વરૂપ ધારણ કરી લે છે. ત્યારબાદ આ ગુંદને વૃક્ષ માંથી નીકાળી ઉપયોગ માં લઇ શકાય છે.

હવે, ગુંદ (Gond Katira In Gujarati) વડે જે વાનગીઓ બનાવી શકાય છે. અથવા જે રીતે તેને ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે, તેની જાણકારી નીચે બતાવી છે.

  • ગુંદ ને દૂધમાં મિલાવી શેક બનાવી પી શકો છો.
  • ચિયા સીડ સાથે ગુંદ શરબત સરસ બને છે.
  • દેશી રીત અનુસાર ગુંદ ના લાડુ બનાવી શકાય છે.
  • ઘણા લોકો ગુંદ ની આઈસક્રીમ પણ બનાવે છે.

આ પ્રકારના ગુંદ લાડુ અથવા પીણાંનું સેવન કરવાથી શરીરને પ્રાકૃતિક ઠંડક પ્રાપ્ત થાય છે. આ સાથે ગુંદ માં રહેલ એન્ટીઓક્સીડંટ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સ ના લાભ પણ મળે છે.

ઉપર બતાવેલ લાભકારી મિલ્ક શેક, શરબત અથવા લાડુ થી 8 જબરદસ્ત ફાયદા થાય છે. જેની પુરી માહિતી નીચે વિગતવાર લખી છે.

(1) કમજોરી દૂર કરવા માં

જો તમારા શરીર માં નબળાઈ નું પ્રમાણ વધુ છે તો ગોંદ સાથે દૂધ પીવું જોઈએ. કારણ કે ગુંદ માં ફોલિક એસિડ અને પ્રોટીન ની ભરપૂર માત્રા હોય છે. જેના થકી શરીરની નબળાઈ અથવા કમજોરી દૂર થાય છે અને તાકતમાં વધારો થાય છે.

આને પીવાની સરળ રીત એ છે કે આખી રાત ગુંદ ને દૂધ માં ભીગોવી રાખો. સવારે વહેલા ઉઠીને આ મિશ્રણ માં થોડી મોરસ નાખી દો. પછી બધું સરસ રીતે મિલાવીને પી જાઓ, આપ અનુભવ કરશો કી આખો દિવસ ભરપૂર એનર્જી મળી છે.

(2) વજન ઘટાડવા માં સહાયક

ગુંદ શરીરમાં થી જેહરિલા પદાર્થો ને બહાર નીકાળવાનું કામ કરે છે. આ સાથે પાચન પ્રક્રિયા ને પણ સારી કરી શકે છે. આ કારણે પરિણામ એ આવે છે કે વધારાનો ફેટ (ચર્બી) શરીરમાં થી ઓછો થવા લાગે છે.

વજન ઘટાડવા માટે ખોરાક માં ઉચ્ચ ફાઇબર નું હોવું પણ લાભદાયક હોય છે, જે ગુંદ માં જોવા મળે છે. વેઈટ લોસ્સ માટે ચિયા બીજ સાથ ગુંદ નો શરબત બનાવીને પીવો જોઈએ. આ શરબત બનાવો સરળ છે, જેના વિડિઓ ઓનલાઈન છે.

(3) પુરુષો માં કામેચ્છા વધારે

પુરુષો માં સેક્સુઅલ પાવર વધારવા માટે Gond Katira સારું છે. રાત્રે થોડા ગુંદ ને પાણીમાં પલાળી મૂકી દેવાના અને સવારે ઉઠીને પી જવાનું. નિયમિત આ પ્રક્રિયા કરવાથી નાઈટફોલ, ઈરેક્ટઆયલ ડીસફંકશન થી રાહત મળે છે.

જો તમે કસરત પ્રેમી હોય, નિયમિત વ્યાયામ કરતા હોય. તો પોતાના મજબૂત શરીર સાથે કામેચ્છા ની તાકાત વધારવા ગુંદ નો ઉપયોગ કરી શકો છો. પીણામાં પાણી ની જગ્યાએ તમે ઈચ્છો તો દૂધ નો ઉપયોગ પણ કરી શકો છો.

(4) નિયમિત માસિક માટે

જે મહિલાઓ ને નિયમિત માસિક નથી આવતું તેમને ગુંદર ને પીસીને 2 ચમચ પાવડર બનાવી લેવાનો છે. ત્યારબાદ આ પાવડર માં દૂધ મિલાવીને પીવાનું છે. આમ કરવાથી પીરિયડ્સ ની અનિયમિતતા દૂર થશે અને માસિક નિયમિત આવશે.

જો આ દૂધ વાળી રીત ના અપનાવવી હોય તો ગોંદ ના લડ્ડૂ બનાવીને પણ ખાય શકો છો. પરંતુ જે લોકો ને ડાયાબિટીસ હોય તેમને આ પ્રમાણે ના લડ્ડૂ માં મોરસ ન નાખવી. અને મીઠા ગુંદર નો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરી સલાહ લેવી.

(5) ગર્ભાવસ્થા માં લાભકારક

ગર્ભાવસ્થા ની સ્થિતિ માં ગુંદ ના લાડવા બનાવીને ખાવાથી ઘણા ફાયદા થાય છે. જેમાં મુખ્યરૂપે મહિલાઓને શારીરિક ઉર્જા વધુ મળે છે. કારણ કે ગુંદર માં ઉર્જાકારી પ્રોટીન અને ફોલિક એસિડ ની વિશિષ્ટ માત્રા હોય છે.

મોટા ભાગે ગુંદર પ્રેગનન્ટ મહિલાઓ માટે નુકસાનકારક નથી હોતું. પરંતુ આ એક નાજુક સ્થિતિ હોવાના કારણે ગુંદર ના લાડુ ખાતા પહેલા ડૉક્ટર ની સલાહ જરૂર લેવી. અમુક વાર કોઈક પ્રેગનેંસી મેડિસિન સાથે ગુંદ સારું નથી હોતું.

(6) હીટ સ્ટ્રોક અને લૂ થી બચાવે

ઉનાળા ની તેજ ગરમી માં હીટ સ્ટ્રોક અને લૂ નો ખતરો વધી જાય છે. જેના કારણે ત્વચા પાર લાલ ચકતાં પડે છે અથવા શારીરિક કમજોરી આવી જાય છે. ઘણા લોકો ને તો આ સમસ્યા સાથે માથો નો ભારે દુખાવો પણ થાય છે.

આ પ્રકારની બધી જ કષ્ટદાયક સમયસાઓ થી બચવા માટે Gond Katira નો શરબત પીવો જોઈએ. જો તમને માર્કેટ માં આ શરબત મળે તો ત્યાંથી લઇ લો. અથવા યુટ્યુબ પર વિડિઓ જોઈને ઘરે પણ શરબત બનાવી શકો છો.

(7) ટોન્સિલ માં ફાયદા

ઘણા લોકો ને ટોન્સિલ ના કારણે ગળામાં અસહ્ય દુખાવો થાય છે. જેમાં રાહત મેળવવા ગુંદર નું સેવન કરવું જોઈએ. ગુંદ સાથ લીલા ધાણાનો રસ મિલાવી દરરોજ ગળા પર લગાવવું જોઈએ. આવું કરવાથી દુખાવો અને સોજો બને દૂર થશે.

બીજી રીત પ્રમાણે 10 થી 20 ગ્રામ ગુંદર આખી રાત પાણી માં પલાળી ફુલાવી લો. ત્યારબાદ બીજા દિવસે સવાર અને સાંજે મોરસ સાથે ભેગું કરી પીય લો. આ ક્રિયા નિયમિત રૂપે કરવાથી ચોક્કસપણે ટોન્સિલ નું પ્રમાણ ઓછું થઇ જાય છે.

(8) લોહીની કમી દૂર કરે

શરીર માં લોહીની કમી હોય તો ઘણી બીમારીઓના પ્રવેશ ની શક્યતા રહે છે. આ કમી ને આપણા દેશી ઈલાજ વડે દૂર કરવી હોય તો ગુંદર નો ઉપયોગ કરો. અડધા ગ્લાસ દૂધ સાથે થોડુંક ગુંદર ઉમેરી પી જવાથી શરીર માં લોહી વધે છે.

બીજા વિકલ્પ પ્રમાણે તમે ઈચ્છો તો ગુંદર ની ચીક્કી બનાવી પણ સમસ્યા ને દૂર કરી શકશો. જો તમારી પહેલાથી કોઈ મેડિસિન અથવા ટ્રીટમેન્ટ ચાલતી હોય તો ડોક્ટરી સલાહ બાદ જ ગુંદ ઉપયોગ માં લો.

ગુંદ ના નુકસાન Gond Katira Side Effect

ઘણા લોકો ને સવાલ છે કે શું ગુંદર (Gond Katira) થી કોઈ નુકસાન થાય છે? તો આનો સરળ જવાબ છે, ના. ગુંદ ખાવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું.

પરંતુ જો તમને ગુંદ ખાવાથી કોઈ એલર્જી અથવા આડઅસર દેખાય છે. તો તેનું સેવન બંદ કરી દો અને ડૉક્ટર ની સલાહ ના આધાર પર ગુંદ ખાવું કે નઈ એ નક્કી કરો.

આશા કરું છું કે તમને અમારી ગુંદ વિશેની આ જાણકારી સારી લાગી હશે. અગર હા, તો પોસ્ટ ને પોતાના મિત્રો સાથે જરૂર શેર કરો.

Leave a Comment