ગુજરાતી ભાષામાં (Dragon Fruit In Gujarati) ને ડ્રેગન ફળ અથવા પતાયા નામથી ઓળખવામાં આવે છે. હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા આ ફળને કમલમ નામ આપવામાં આવ્યું છે.
મોંઘા મળતા ફળની યાદીમાં ડ્રેગન ફ્રુટનું સ્થાન ખાસ હોય છે. આ પોતાની કિંમત અનુસાર સ્વાદ તથા સ્વાસ્થ્ય માટે ઘણું ગુણકારી હોય છે.
રંગબેરંગી હોવાના કારણે ડ્રેગન ફ્રૂટનો દેખાવ બહુ જ આકર્ષક અને સુંદર હોય છે. આની અંદર મિનરલ્સ તથા વિટામિન્સનો ખજાનો છુપાયેલ છે. આ સાથે ડ્રેગન ફળ ફાઈબરનો પણ ઉત્તમ સ્ત્રોત છે.
ડ્રેગન ફ્રુટ શું છે (Dragon Fruit In Gujarati)
ડ્રેગન ફ્રૂટ એક પ્રકારનું ગુણકારી ફળ છે. જેની ખેતી મુખ્યત્વે દક્ષિણ અમેરિકામાં થાય છે. આ વેલની ઉપર થતું ફળ છે. જે ફળ પ્રજાતિ કેકટેસીયાના પરિવારથી સંબંધ રાખે છે.
ગુજરાતમાં લોકો આ ફળને ડ્રેગન ફ્રૂટના નામે જ જાણે છે. સ્વાસ્થ્યને સારું રાખવા માટે અમુક લોકો આનો રસ પીવાનું પણ પસંદ કરે છે.
ભારતના ઘણા બધા રાજ્યોમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે. જેથી ભારતમાં આ ફળ સરળતાથી મળી આવે છે. પણ સામાન્ય ફળોની તુલનામાં આની કિંમત થોડી વધારે હોય છે.
ડ્રેગન ફ્રૂટના પ્રકાર (Types Of Dragon Fruit In Gujarati)
મુખ્યત્વે ડ્રેગન ફ્રૂટના 3 પ્રકાર જોવા મળે છે.
(1) સફેદ ડ્રેગન ફ્રૂટ
ધોળા રંગના ડ્રેગન ફ્રૂટમાં કેલોરીની માત્રા થોડી ઓછી હોય છે. પરંતુ પોષક તત્વ તથા મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
(2) લાલ ડ્રેગન ફ્રૂટ
મુખ્યત્વે ભારતીય બજારમાં આપણને લાલ રંગનું ડ્રેગન ફ્રૂટ જ વધારે જોવા મળે છે. આની અંદર પણ પોષક ગુણોની ભરપૂર માત્રા હોય છે.
(3) પીળું ડ્રેગન ફ્રૂટ
પીળા રંગ વાળા ડ્રેગન ફ્રૂટ ઘણા ઓછા જોવા મળતા હોય છે. કારણ કે પીળા ડ્રેગન ફ્રૂટની ખેતી અન્ય રંગના ડ્રેગન ફ્રૂટની તુલનામાં ઓછી થાય છે.
ત્રણેય પ્રકારના ડ્રેગન ફ્રૂટ સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયક છે. તમે નિષ્ણાંતની સલાહ અથવા તમારી જરૂરિયાત અનુસાર ડ્રેગન ફ્રૂટને ઉપયોગમાં લઇ શકો છો.
ડ્રેગન ફ્રૂટના ઉપયોગ (Uses Of Dragon Fruit In Gujarati)
ક્વિન્સ લૅન્ડ, અમેરિકા અને પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં ડ્રેગન ફ્રૂટની ઘણી સારી ઉપજ છે. ત્યાં આનો ઉપયોગ સલાડ, ખાણી-પીણી, મુરબ્બા, જેલી અને હેલ્થી શેક રૂપે કરવામાં આવે છે.
ડ્રેગન ફ્રૂટ ઘણી બધી રીતે ઉપયોગી છે. જેમ કે,
- આને સામાન્ય રીતે કાપીને ખાઈ શકાય છે.
- આને ફ્રીજમાં રાખીને ઠંડુ કરીને ખવાય છે.
- હેલ્થી શેક બનાવવા માટે ઉપયોગી છે.
- પૌષ્ટિક સલાડ બની શકે છે.
- ડ્રેગન ફ્રૂટની કેક બનાવી શકાય છે.
- ફ્રૂટ સલાડમાં નાખી શકાય છે.
- આઈસ-ક્રીમ બનાવવામાં ઉપયોગી છે.
- સરસ મજાનું સૂપ બનાવી શકાય છે.
- સ્વાદિષ્ટ જેલી તૈયાર થાય છે.
- અનેક પ્રકારની ચોકલૅટમાં ઉપયોગ થાય છે.
- મુરબ્બો બનાવી શકાય છે.
આના સિવાય પણ ડ્રેગન ફળના અનેક ઉપયોગ હોય છે. આયુર્વેદિક દવા અથવા કાઢો બનાવવામાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે.
ડ્રેગન ફ્રૂટ કાપવાની સરળ રીત
દરેક ફળના આકાર પ્રમાણે તેને કાપવાની પદ્ધતિ પણ અલગ હોય છે. તેવી જ રીતે ડ્રેગન ફ્રૂટને કાપવાની પણ એક સરળ રીત છે. જેના દ્વારા આસાનીથી ડ્રેગન ફળને ખાઈ શકો છો.
- સહુથી પહેલા ડ્રેગન ફ્રૂટની ઉપર તથા નીચેની ચોટી કાપી લો.
- હવે સાઈડમાંથી એક હલ્કો ચીરો પાડી લો.
- ધીરે-ધીરે કરીને ડ્રેગન ફળની પુરી છાલ કાઢી નાખો.
- વચ્ચેથી 2 મોટા ભાગમાં ડ્રેગન ફળને કાપી લો.
- ત્યારબાદ તેને લાંબી સ્લાઈસમાં કાપી કાઢો.
- તમે ઈચ્છો તો આને ચોરસ અથવા ગોળાકારમાં પણ કાપી શકો છો.
- હવે આને એક પ્લેટમાં કાઢો અને પરોસી દો.
- કાપ્યા બાદ આનો રસ પણ બનાવી શકાય છે.
ડ્રેગન ફ્રૂટના ફાયદા (Benefits Of Dragon Fruit In Gujarati)
તમે એક હેલ્થી આહારશૈલી અપનાવવા માંગતા હોય તો ડ્રેગન ફ્રૂટને ડાયેટમાં જરૂર સ્થાન આપો. આનાથી ઓછા સમયમાં જ તમને ઘણા સ્વાસ્થ્ય લક્ષી ફાયદા થાય છે.
(1) ડાયાબિટીસ કંટ્રોલમાં રહે
ભારતમાં રોજ-બરોજ મધુપ્રમેહ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. આ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ડ્રેગન ફ્રૂટ ખાઈ શકો છો. જેનાથી શુગર લેવલ યોગ્ય પ્રમાણમાં રહે છે.
(2) કેન્સરમાં લાભદાયક છે
કૅન્સર એક ઘાતકી બીમારી છે. પરંતુ પેહલાથી જ તકેદારી રાખવામાં આવે તો આનો ખતરો ટાળી શકાય છે. આના માટે તમે કૅન્સર વિરોધી ફ્રૂટના રૂપે ડ્રેગન ફળને ખાઈ શકો છો.
(3) પેટ સંબંધિત સમસ્યા દૂર કરે
પાચન લક્ષી વિકારોના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ઉભી થાય છે. પણ ડ્રેગન ફ્રૂટના સેવનથી ઘણી-બધી પાચન સમસ્યાઓને દૂર કરી શકાય છે.
(4) સંધિવામાં રાહત મળે
સંધિવા સાંધામાં થતા સતત દર્દથી ઉત્પન્ન થાય છે. ડોક્ટરી ભાષામાં આને આર્થરાઇટિસના નામે ઓળખવામાં આવે છે. આ સમસ્યાના ઉપાય માટે ડ્રેગન ફ્રૂટ બહુ જ ગુણકારી છે.
(5) ઇમ્યુનીટી સારી થાય છે
રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે તમે ડ્રેગન ફ્રૂટને ડાયેટમાં સમાવિષ્ટ કરી શકો છો. આમાં રહેલ વિટામિન-સી ના ગુણો બાહરી સમસ્યાઓથી લડવામાં મદદ કરે છે.
(6) ડેન્ગ્યુમાં ઉપચાર સમાન
ડ્રેગન ફ્રૂટના બીજોમાં રહેલ ફાઈટોકેમિકલ અને એન્ટીઓક્સિડેન્ટ ગુણો ડેન્ગ્યુ માટે ઉપચાર સમાન છે. આનાથી બહુ જ ઓછા સમયમાં ડેન્ગ્યુના લક્ષણો ઓછા થાય છે.
(7) હાડકાં સ્વસ્થ બનાવે
કેલ્શિયમ અને ફસફારોસની અધિક માત્ર હોવાના કારણે ડ્રેગન ફ્રૂટ હાડકાં માટે ઘણું સારું છે. તમને હાડકામાં દુખાવો હોય તો આના સેવનથી તેમાં ઘણી રાહત મળે છે.
(8) દાંત મજબૂત બનાવે
મજબૂત દાંત હોય તો કોઈ પણ ખાદ્ય પદાર્થને સારી રીતે ખાઈ શકાય છે. ડ્રેગન ફળમાં મુખ્ય રૂપથી જોવા મળતી કેલ્શિયમની માત્રા દાંતને મજબૂત બનાવે છે.
(9) ગર્ભાવસ્થામાં ફાયદેકારી
ગર્ભાવસ્થામાં માતા અને શિશુ બંનેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ડ્રેગન ફ્રૂટ મદદગાર છે. આના કારણે ગર્ભાવસ્થામાં આવતા વિકારો સરળતાથી દૂર થઇ જાય છે.
(10) દિમાગી સ્વાસ્થ્ય માટે ઉપયોગી
શરીરની સાથે માનસિક સ્વાસ્થ્યના વિકાસ માટે ડ્રેગન ફળ લાભકારી છે. આના કારણે દૌરા પડવા, પાર્કિસન અને અલ્ઝાઇમર જેવી મષ્તિષ્ક બીમારીઓમાં ફાયદો થાય છે.
ડ્રેગન ફ્રૂટના નુકસાન (Side Effects Of Dragon Fruit)
અનેક ચમત્કારી ફાયદાઓથી ભરપૂર ડ્રેગન ફ્રૂટ સ્વાસ્થ્ય માટે ઘણું જ ગુણકારી છે. પણ આના અતિરિક્ત સેવનથી થોડી સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
- ડ્રેગન ફળમાં શુગરની થોડી વધારે માત્રા જોવા મળે છે. જેના કારણે આના અતિ સેવનથી ડાયાબિટીસનું પ્રમાણ વધી શકે છે.
- વધારે માત્રામાં ડ્રેગન ફ્રૂટ ખાવાથી વજન વધવાની શક્યતા વધી જાય છે.
- ડ્રેગન ફળની ઉપરી પરતને હમેશા નીકાળીને તેને આહારમાં લેવું જોઈએ. તેની પરતમાં રહેલા કીટનાશક પદાર્થો સ્વાથ્યને નુકસાન કરી છે.
- બહુ જ વધારે ડ્રેગન ફ્રૂટ ખાવાથી પાચન સંબંધિત રોગ થઇ શકે છે.
હમેશા ડ્રેગન ફ્રૂટને મધ્યમ પ્રમાણમાં જ આહારમાં લેવું જોઈએ. આના કારણે તમે નુકસાનથી બચી શકો છો અને ફાયદા પણ પ્રાપ્ત થાય છે.
સવાલ જવાબ (Q&A)
કાર્બોહાઇડ્રેટ અને ફાઈબર યુક્ત ડ્રેગન ફ્રૂટને લઈને લોકોમાં ઘણા સવાલ છે. જેમાંથી મુખ્ય સવાલોનાં જવાબ અહીં દર્શાવેલ છે.
(1) શું ડ્રેગન ફ્રૂટને રોજ ખાઈ શકાય છે?
હા, ડ્રેગન ફ્રૂટને તમે રોજ ખાઈ શકો છો. પણ એક ચોક્કસ માત્રામાં ખાવું જોઈએ જેનાથી શરીરને આ ફળના બરાબર ફાયદા મળી શકે.
(2) ડ્રેગન ફ્રૂટની છાલ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે?
ફાઈબર તથા એન્ટીઓક્સિડેન્ટ ગુણોથી યુક્ત ડ્રેગન ફળની છાલ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. પરંતુ સડી ગયેલી અથવા ખરાબ છાલને કાઢી નાખવી જોઈએ.
(3) ડ્રેગન ફ્રૂટની તાસીર કેવી હોય છે?
આ ફળના ગુણધર્મ પ્રમાણે ડ્રેગન ફ્રૂટની તાસીર ઠંડી હોય છે.
(4) એક દિવસમાં કેટલા ડ્રેગન ફ્રૂટ ખાઈ શકાય છે?
એક દિવસમાં 1 અથવા 2 જેટલા ડ્રેગન ફળ ખાવા યોગ્ય છે.
(5) ભૂખ્યા પેટે ડ્રેગન ફ્રૂટ ખાઈ શકાય છે?
હા, સવારના નાશ્તામાં તમે ખાલી પેટે ડ્રેગન ફ્રૂટ ખાઈ શકો છો.
આશા રાખું છું ડ્રેગન ફ્રુટના 10 ગુણકારી ફાયદા અને ઉપયોગની સારી માહિતી આપી શકી છું. મળીએ હવે નવી પોસ્ટમાં ત્યાં સુધી ટેક કેયર.