કુટ્ટુ ના લોટ વિષે સંપૂર્ણ જાણકારી | Buckwheat In Gujarati

Buckwheat In Gujarati ને સામાન્ય ભાષામાં કુટ્ટુ તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનો સ્વાસ્થ્યકારી લોટ હોય છે. જેની રોટલીઓના સેવનથી શારીરિક તથા માનસિક તંદુરસ્તી સારી રહે છે.

કુટ્ટુ ના લોટ વિષે સંપૂર્ણ જાણકારી | Buckwheat In Gujarati

દક્ષિણ ભારતીય રાજ્યોમાં આ લોટની વાનગીઓ વધારે ખવાય છે. ગુજરાતમાં પણ કુટ્ટુના લોટ દ્વારા અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બને છે. જેમાં ઘણા-બધા પૌષ્ટિક તત્વોનો ખજાનો જોવા મળે છે.

કુટ્ટુ શું છે (Buckwheat Meaning In Gujarati)

કુટ્ટુ એક જંગલી વનસ્પતિ હોય છે. જેના પાકેલા બીજોને પીસીને લોટ તૈયાર કરવામાં આવે છે. ગ્લુટેન ફ્રી આહારના રૂપમાં આ લોટને ઘણા લોકો આરોગવાનું પસંદ કરે છે.

ગુજરાતની અલગ-અલગ પ્રાદેશિક ભાષામાં આને કુટ્ટુ તથા સિંઘાડાનો લોટ કહેવાય છે. ખાસ કરીને સ્વાદ પૂર્ણ ઢોકળા અને અન્ય મજેદાર ફરાળી બનાવવામાં કુટ્ટુનો ઉપયોગ કરવામાં આવે છે.

વાનસ્પતિક ભાષામાં કુટ્ટુને ફેગોપાયરમ એસ્ક્યુલન્ટ (Fagopyrum Esculentum) ના નામથી જાણવામાં આવે છે. કુટ્ટુની રોટલી અથવા પરાઠા ખાવાથી ભૂખ જલ્દી નથી લાગતી.

ઘઉંના લોટની તુલનામાં કુટ્ટુની કૈલોરી થોડી ઓછી હોય છે. આ ફાઈબર અને પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત છે, જે કોલેસ્ટ્રોલ મુક્ત હોય છે. પાચન તંત્રને મજબૂત બનાવવામાં આ લોટ સહાયકારી છે.

દેખાવમાં કુટ્ટુ અનાજ સપાટ ચણા જેવું હોય છે. જે કદમાં થોડું નાનું અને ત્રિકોણ આકારનું હોય છે. આનો રંગ હલ્કો કૉફી કલર જેવો દેખાય છે.

કુટ્ટુની સ્વાદિષ્ટ વાનગીઓ (Buckwheat Recipes In Gujarati)

મોટા ભાગના લોકો એવી વાનગીઓને વધારે પસંદ કરે છે. જે સ્વાદિષ્ટ હોવાની સાથે સેહત માટે પણ ગુણકારી હોય. કુટ્ટુના અનાજ તથા લોટ દ્વારા આવી જ જાયકેદાર રેસિપિસ બની શકે છે. જેની સંપૂર્ણ માહિતી નીચે દર્શાવી છે.

(1) કુટ્ટુ અને બટાકાના પરાઠા

ખાવાના શોખીન ગુજરાતીઓને કુટ્ટુના લોટથી બનાવેલ બટાકાના પરાઠા જરૂર ભાવશે. તેના માટે પહેલા થોડો જરૂરી સામાન એકઠો કરી લો.

સામગ્રી

 1. 3-5 ચમચા કુટ્ટુનો લોટ
 2. 2 બાફેલા બટાકા
 3. 2 લીલા મરચા
 4. 1 ચમચી મીઠું
 5. 1 ચમચી જીરું
 6. થોડું આદુ
 7. લીલા ધાણા
 8. શેકેલ જીરું
 9. પીસેલી મગફળી
 10. 1/2 ચમચી આમચૂર પાવડર
 11. 1/2 ચમચી લાલ મરચું
 12. 5-6 ચમચી શુદ્ધ દેશી ઘી

બનાવવાની રીત

અહીં કુટ્ટુના લોટ દ્વારા સરળતાથી પરાઠા બનાવવાની રીત દર્શાવી છે. જેના દ્વારા તમે ઘરે કુટ્ટુ-બટાકાના પરાઠા બનાવી શકો છો.

 • સહુથી પહેલા બટાકાને બાફીને તેની છાલ કાઢીને બરાબર પીસી લો.
 • એક બૉઉલમાં પાણી અને ગરમ તેલના ઉપયોગથી કુટ્ટુનો લોટ તૈયાર કરો.
 • હવે શેકેલ જીરાને ધાણા, આદુ, મગફળી, આમચૂર પાવડર તથા લાલ મરચા સાથે પીસી લો.
 • બધું ભેગું કરીને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો.
 • બરાબર નરમ કુટ્ટુનો લોટ તૈયાર થઇ જાય ત્યારબાદ તેને ત્રિકોણ આકારમાં વણી લો.
 • પછી ગેસ ચાલુ કરીને તવો ગરમ કરો.
 • તેમાં શુદ્ધ દેશી ઘી નાખીને પરાઠાને શેકી લો.

પરાઠાની સાથે તમે સ્વાદિષ્ટ ચટણી, સોસ અથવા અથાણું પણ ખાઈ શકો છો. આને બનાવવામાં 25 થી 40 મિનિટ જેટલો સમય લાગે છે.

(2) કુટ્ટુના દહીંવડા (વ્રત સ્પેશ્યલ)

નવરાત્રી તથા અન્ય કોઈ વ્રત કે ઉપવાસમાં તમે કુટ્ટુ દ્વારા બનેલ વાનગીઓનો સ્વાદ માણી શકો છો. તેના માટે નીચે આપેલ વસ્તુઓ ભેગી કરી લો.

સામગ્રી

 1. 2-3 બાફેલા બટાકા
 2. સેંધા નમક
 3. જીરું
 4. 1 કપ દહીં
 5. તેલ
 6. થોડી મોરસ
 7. ધાણાના પાંદડા
 8. શુદ્ધ પોષ્ટીક ઘી
 9. સૂકી દ્રાક્ષ
 10. થોડો સૂકો મેવો

બનાવવાની રીત

ઉપવાસમાં પણ કશું સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા જાગે તો આ રીત દ્વારા આસાનીથી દહીંવડા બનાવી શકો છો.

 • 1 મોટા વાસણમાં કુટ્ટુનો લોટ લઈને નરમ રીતે તેને ગુંદી લો. આ માટે તમે ગરમ તેલની સહાય પણ લઇ શકો છો.
 • આ લોટમાં બાફેલા બટાકાને ઝીણા સમારીને નાખી દો.
 • આમાં 1 કપ દહીં તથા ધાણાને બારીક કાપીને નાખો.
 • તમને મીઠા દહીંવડા પ્રિય હોય તો તમે શર્કરા નાખી શકો છો.
 • આના સિવાય સુખી દ્રાક્ષ તથા સૂકો મેવો પણ દહીંવડામાં નાખી શકાય છે.
 • લોટમાં બધી સામગ્રી નાખીને તેને બરાબર મિક્સ કરી લો.
 • પછી ગોળાકાર વડાના આકારમાં તેને બનાવી લો.
 • ત્યારબાદ આ વડા ને શુદ્ધ ઘી માં તળી લો.

દહીં વડાને તમે ઉપવાસની ચટણી સાથે ખાઈ શકો છો. આ રેસિપીને તૈયાર થતા 20 થી 30 મિનિટ જેટલો સમય લાગે છે.

કુટ્ટુના લોટની અન્ય વાનગીઓ

સ્વાસ્થ્ય માટે પ્રભાવકારી કુટ્ટુથી ઘણી બધી ડીશ તૈયાર થઇ શકે છે. કુટ્ટુની સહુથી લોકપ્રિય અને સ્વાદિષ્ટ વાનગીઓના નામ નીચે દર્શાવ્યા છે.

 1. કુટ્ટુના લોટની પુરી
 2. કુટ્ટુની ચાટ
 3. કુટ્ટુના પકોડા
 4. પૂળા ફ્રાય કુટ્ટુ
 5. પારંપારિક કુટ્ટુની કઢી
 6. વ્રત સ્પેશ્યલ કુટ્ટુની પુરી
 7. કુટ્ટુની રોટલી
 8. કુટ્ટુના વડા
 9. કુટ્ટુના પરાઠા
 10. કુટ્ટુની ખીચડી

અહીં દર્શાવેલ માહિતી તથા યુ ટ્યુબ વિડિઓઝ દ્વારા તમે સરળતાથી કુટ્ટુથી બનતી વાનગીઓ બનાવતા શીખી શકો છો.

કુટ્ટુના ફાયદા (Benefits Of Buckwheat In Gujarati)

સ્વાદ સાથે તંદુરસ્તી બક્ષતું કુટ્ટુ અનાજ ખરેખર ગજબના ફાયદા આપે છે. તેનાથી અનેક સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓથી છુટકારો મળે છે.

(1) વજન ઓછું થાય છે

જે લોકોમાં જાડાપણું વધારે જોવા મળે છે. તે પોતાના વજનને ઓછું કરવા માટે કુટ્ટુથી બનેલ ખોરાક લઇ શકે છે. આના સેવનથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. જેના કારણે ભૂખને નિયંત્રણમાં લઇ વજન ઓછું કરી શકાય છે.

(2) હૃદય માટે લાભકારક

તમને હૃદય લક્ષી સમસ્યા છે તો ઘઉંની રોટલીના બદલે કુટ્ટુની રોટલી ખાવી જોઈએ. આમાં નિયાસિન, ફોલેટ, વિટામિન-બી અને બી-6 છે. જે હૃદય સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી હોય છે.

(3) મધુપ્રમેહ નિયંત્રણમાં રહે છે

ઓછી કૈલરી અને ચરબી મુક્ત હોવાના કારણે કુટ્ટુના લોટમાં મધુપ્રમેહને નિયંત્રણમાં રાખવાની ક્ષમતા છે. ટાઈપ-2 પ્રકારના ડાયાબિટીસ દર્દીઓ માટે કુટ્ટુ ફાયદેકારી છે. આની મોરસ વગરની વાનગીઓ ડાયાબિટીસ મરીજ માટે લાભકારક છે.

(4) હાડકા મજબૂત કરે

સંશોધન અનુસાર ફુટ્ટુમાં મેગ્નીજ અને કેલ્શિયમ નામના ખનીજ તત્વનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે કુટ્ટુથી બનેલ વાનગીઓના સેવનથી હાડકા મજબૂત બને છે.

(5) પથરી રોકવામાં સહાયક

કુટ્ટુમાં જોવા મળતું પ્રોટીન પથરીને વધતી રોકવામાં મદદ કરે છે. કુટ્ટુના સેવનથી શરીરમાં બાઈલ એસિડનું નિર્માણ થાય છે. જેના કારણે પિત્તની પથરીથી છુટકારો મળે છે.

(6) ત્વચા સ્વસ્થ બને છે

જાણીને આશ્ચર્ય થશે પણ અનેક સૌંદર્ય સમસ્યાઓને મટાડવામાં કુટ્ટુનો લોટ લાભકારી બને છે. આમાં રહેલ પોષક તત્વ અને મજબૂત એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

(7) વાળને મજબૂત બનાવે

સ્વસ્થ, ચમકદાર અને મજબૂત વાળ દરેકની સુંદરતામાં વધારો કરે છે. ખરતા વાળ તથા અન્ય સમસ્યાઓને રોકવા માટે ખોરાકમાં કુટ્ટુને સ્થાન આપવું જોઈએ.

(8) અસ્થમાની બીમારીમાં

અસ્થમા નામની શ્વાસ લક્ષી બીમારીમાં કુટ્ટુના વિશેષ ફાયદા જોવા મળે છે. કુટ્ટુમાં રહેલ વિટામિન-ઈ અને મેગ્નેશિયમ અસ્થમાને રોકવામાં સહાય રૂપ બને છે.

(9) મૂડમાં સુધાર લાવે

આજના સમયમાં લોકો મૂડ સ્વિંગ્સની પરેશાનીથી પીડિત છે. એવામાં મૂડમાં સુધાર લાવે તેવો કુટ્ટુનો લોટ આહારમાં લેવો જોઈએ. આનાથી વ્યક્તિનો મૂડ ઘણો સારો રહે છે.

(10) માનસિક સ્વાસ્થ્ય સારું થાય

તણાવવાળી જીવનશૈલીમાં માનસિક સ્વાસ્થ્ય સારું રાખવું બહુ જરૂરી છે. આના માટે કુટ્ટુ નું સેવન લાભકારી છે. નિયમિત કુટ્ટુના સેવનથી માનસિક મનોબળ સારું રહે છે.

કુટ્ટુમાં રહેલ પોષક ગુણ (Buckwheat Nutritional Value)

ગુણકારી કુટ્ટુ અનાજમાં ઘણા પોષક તત્વ રહેલ છે. જેના કારણે આના સેવનથી શરીર સ્વાસ્થ્યમાં ચમત્કારી પરિણામ દેખાય છે.

 • એનર્જી – 343 kcal
 • પ્રોટીન – 13.2 g
 • ફૅટ – 3.4 g
 • કાર્બોહાઇડ્રેટ – 71.5 g
 • ફાઈબર – 10 g
 • કેલ્શિયમ – 18 mg
 • આયર્ન – 2.2 mg
 • મેગ્નીશિયમ – 231 mg
 • ફસફારૉસ – 347 mg
 • પોટેશિયમ – 460 mg
 • સોડિયમ – 1 mg
 • ઝીંક – 2.4 mg
 • કોપર – 1.1 mg
 • મેગ્નીજ – 1.3 mg
 • થિયામીન – 0.101 mg
 • રાઇબોફ્લેવિન – 0.425 mg
 • નિયાસિન – 7.02 mg
 • વિટામિન બી 6 – 0.21 mg
 • ફોલેટ – 30 mg
 • ફેટી એસિડ (ફૂલ સેચુરેટેડ) – 0.741 g
 • ફેટી એસિડ (ફૂલ મોનોઅનસેચુરેટેડ) – 1.4 g
 • ફેટી એસિડ (ફૂલ પોલિઅનસેચુરેટેડ) – 1.4 g

આશા કરું છું કુટ્ટુ ના લોટ (Buckwheat In Gujarati) વિષે સંપૂર્ણ જાણકારી આપવામાં સફળ રહી છું. પોસ્ટ પસંદ આવી હોય તો મિત્રો સાથે જરૂર શેયર કરજો.

Leave a Comment