બિલિપત્ર (Bilipatra) ના 8 ફાયદા અને ઔષધીય ગુણની જાણકારી

હિંદુ ધર્મમાં ભગવાન શિવજીની પૂજા કરવા માટે બિલિપત્ર (Bilipatra) નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બિલિપત્ર પાનનો વધારે ઉપયોગ શ્રાવણ મહિનામાં થાય છે. આ સિવાય બિલિપત્ર ના સ્વાસ્થ્ય સંબંધિત પણ ઘણા બધા ફાયદા જોવા મળે છે.

બિલિપત્ર (Bilipatra) ના 8 ફાયદા અને ઔષધીય ગુણની જાણકારી

આયુર્વેદ પ્રમાણે બિલિપત્રના પાંદડા ખાવાથી ડાયાબિટીસ, કબજિયાત, કિડની અને હાર્ટની સમસ્યાથી રાહત મળે છે. બિલિપત્ર એન્ટીઓક્સિડેન્ટ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જેનું સેવન કરવાથી વિટામિન એ, સી, બી1, બી6, બી12, કૅલ્શિયમ, પોટેશિયમ અને ફાઇબર ના લાભ પ્રાપ્ત થાય છે.

બિલિપત્ર (Bilipatra) ના 8 ફાયદા અને ઔષધીય ગુણ

ઘણા લોકોને એ નથી ખબર કે બિલિપત્ર શું છે અને તેનું વૃક્ષ કેવું દેખાય છે. તો બિલિપત્ર નો ફોટો ઉપર જોઈ શકો છો, જે એક સામાન્ય વૃક્ષ ની જેમ જ હોય છે. આ વૃક્ષ પર પાંદડા અને ફળ બંને થાય છે, જે ખાવા લાયક હોય છે.

સૌથી વધુ સ્વાસ્થ્યકીય લાભ બિલિપત્ર ના પાન (Bilva Leaves) ખાવાથી મળે છે. એટલે અહીં નીચે Bilipatra પાન આધારિત થતા બધાજ ફાયદાઓની જાણકારી છે.

(1) ડાયાબિટીસમાં લાભકારક

બ્લડમાં શુગરનું પ્રમાણ વધવાથી ડાયાબિટીસની સમસ્યા થાય છે. જેના કારણે ચક્કર આવવા, બીમાર પડી જવું, શારીરિક કમજોરી જેવી સ્થિતિ ઉત્પન થાય છે. આ સ્થિતિથી છુટકારો જોઈતો હોય તો શુગરનું સ્તર બહુ વધુ ન થવું જોઈએ.

જેના માટે બેલપત્તા નું સેવન કરવું લાભદાયક છે. બિલિપત્રમાં લૅક્સટિવ ગુણ હોય છે, જે ઈન્સુલિન બનાવવામાં મદદ કરે છે. આ ઈન્સુલિનને કારણે બ્લડ શુગર વધુ માત્રામાં નથી બનતું. પરિણામ રુપે ડાયાબિટીસના દર્દીને રાહત મળે છે.

(2) કબજિયાત દૂર કરે

કબજિયાત અથવા પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે બિલિપત્રનું સેવન કરવું લાભદાયી છે. આ માટે થોડાક બિલિપત્ર પાંદડાઓને પીસી લેવાના, પછી તેનો રસ (Bilipatra Juice) એક ગ્લાસમાં છાની લેવો.

આ રસમાં લવિંગ અને ઈલાયચી નાખીને તેને વધુ કાર્યક્ષમ બનાવી શકો છો. આ રસ દરરજો દિવસમાં એક વાર પીવાનો, જેનાથી કબજિયાત અને પેટની તકલીફ દૂર થશે. એવું કહેવાય છે કે બિલિપત્ર વિષાકત પદાર્થો ને બહાર નિકાળવાનું કામ કરે છે.

(3) પાચન શક્તિ વધારવામાં

ઘણા લોકોની પાચન શક્તિ કમજોર હોય છે, જેના કારણે સામાન્ય પાચનમાં પણ મુશ્કેલીઓ આવે છે. આ માટે લૅક્સટિવ ગુણ ની ભરમાર એવા બિલિપત્ર પાન ને ખાવું જોઈએ. જે પાચનક્રિયાને સરળ બનાવીને પેટના દુખાવાથી પણ રાહત આપે છે.

ઉનાળાની ગરમીમાં બિલિપત્રનો શરબત પીવાથી આંતરડાં મજબૂત બને છે અને પાચનશક્તિમાં સુધારો આવે છે. આ સાથે શરીરને અંદરથી ઠંડક મળે છે. ઘણી આયુર્વેદિક પદ્ધતીમાં આ પ્રમાણે જ દર્દીની પાચન સમસ્યા દૂર કરવામાં આવે છે.

(4) હૃદય રોગી માટે

જે લોકોને હૃદય રોગની સમસ્યા છે અથવા હાર્ટ કમજોર છે. તેમણે બિલિપત્રનો કાઢો (ઉકાળો) બનાવીને પીવો જોઈએ. આમ કરવાથી હૃદય મજબૂત બને છે અને હાર્ટ એટેક નો ખતરો પણ કમ થાય છે.

આયુર્વેદ કહે છે બિલિપત્ર શ્વાશ રોગીયો માટે અમૃત સમાન છે. કારણ કે બિલિપત્રના પાંદડાઓ નો રસ પીવાથી શ્વસન સંબંધિત રોગોમાં ફાયદા થાય છે. બિલિપત્રનો ઉપયોગ કરતા પહેલા તમારા ડૉક્ટર પાસેથી સલાહ જરૂર લેજો.

(5) કિડની સોજામાં આરામ

કિડની એ શરીરનું એક વિશેષ આંતરિક અંગ છે, જેના ખરાબ થવાથી ઘણી સમસ્યા આવી શકે છે. આ માટે કિડની ની યોગ્ય સાર-સંભાળ કરવી જરૂરી છે. જો તમને કિડનીમાં આંતરિક સોજો મેહસૂસ થતો હોય તો બિલિપત્રને ઉપયોગમાં લો.

સૌપ્રથમ અમુક બિલિપત્ર પાનને સુકવી તેનું ચૂર્ણ (પાવડર) બનાવી લેવાનું છે. આ બાદ રાતના સમયે 2 ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે મિક્સ કરી દેવાનું છે. આ સમગ્ર મિશ્રણને હૂંફાળા પાણી સાથે પીવાથી કિડની પરના સોજામાં રાહત મળે છે.

(6) તાવમાં રાહત

બિલિપત્ર (Bilipatra) કફ, સર્દી અને તાવ માટે ફાયદાકારક છે. કોઈ વાયરલ ઇન્ફેકશન અથવા મૌસમના બદલાવાથી શરીરમાં તાવ પ્રવેશ કરી લે છે. જેને મટાડવામાં કોઈ એલોપથિક દવા કરતા બિલિપત્ર ના પાન વધુ લાભ આપી શકે છે.

ઘરેલુ દવા બનાવવા માટે બિલિપત્ર પાંદડાનો રસ બનાવી તેમાં થોડુંક મધ નાખી દો. આ મિશ્રણને દિવસમાં 2 વાર પીવાથી તાવ જલ્દી દૂર થાય છે. આ સાથે સર્દી અને કફના પ્રમાણમાં પણ ઘટાડો આવે છે. પૂરો તાવ ઉતરવામાં 2 દિવસ લાગી શકે છે.

(7) ડંખ દર્દ મટાડે

નાના બાળકોને મધમાખી અથવા કોઈ ડંખ મારનાર જીવ કરડી જાય ત્યારે તેમને ખુબ દર્દ થાય છે. આવી સ્થિતિમાં ઝડપથી સોજો, બળતરા અને દુખાવો પ્રસરે છે. જેને દૂર કરવા માટે પ્રભાવિત સ્થાન પર બિલિપત્રનો રસ લગાવવો જોઈએ.

બિલિપત્રના પાંદડામાં એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે. જેના કારણે કરડી ગયેલ જગ્યા પરનો સોજો દૂર થાય છે અને દુખાવો પણ ઓછો થઈ જાય છે. આ ઘરેલુ ઉપાય ફક્ત બાળકો સુધી સિમિત નથી, આ દરેક ઉંમરના લોકો માટે અસરકારી છે.

(8) શરીરને ઠંડક આપે

ઉનાળાની ઋતુમાં શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે પેટમાં બળતરા, એસિડિટી અથવા મોંહમાં છાલા થાય છે. આવી સ્થિતિમાં લોકો બજારના ઠંડા શરબત પીવે છે અથવા આઈસક્રીમ ખાય છે. જે સમસ્યાને ઘટાડવાના બદલે વધારી શકે છે.

શરીરને પ્રાકૃતિક રૂપે વગર નુકસાને બિલિપત્ર સરસ ઠંડક આપી શકે છે. આના માટે બિલિપત્ર પાંદડાઓની મદદથી Bilipatra Juice બનાવી લેવાનો છે. જૂસનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત કરવા માટે આખા દિવસમાં 1 થી 2 વાર પી શકો છો.

બિલિપત્રના નુકસાન શું છે

ઘણા લોકોને એમ પણ હશે કે શું બિલિપત્રના સેવનથી કોઈ નુકસાન થઇ શકે છે? તો બિલિપત્ર દ્વારા કોઈ ખાસ નુકસાન જોવા નથી મળતા. પરંતુ તમારી કોઈ સારવાર અથવા દવા ચાલી રહી હોય. તો બિલિપત્રનો ઉપયોગ કરતા પેહલા ડૉક્ટર ની સલાહ જરૂર લેવી.

આશા કરું છું કે તમને અમારી બિલિપત્ર વિશેની આ જાણકારી સારી લાગી હશે. અગર હા, તો પોસ્ટ ને પોતાના મિત્રો સાથે જરૂર શેર કરો.

Leave a Comment