Basil Seeds In Gujarati ને લોકો તુલસી બીજ તરીકે ઓળખે છે. જેવી રીતે તુલસી વનસ્પતિ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. તેવી જ રીતે તેના બીજ પણ આપણા શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે સારા છે.
આયુર્વેદિક દવાઓના નિર્માણ માટે તુલસી બીજનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીની તાસીર ઠંડી હોવાના કારણે આનાથી શરીરને ઠંડક પ્રાપ્ત થાય છે.
ભારતની લગભગ દરેક જગ્યાએ તુલસી છોડ ઉગે છે. હિન્દૂ શાસ્ત્રો અનુસાર ઘરના આંગણમાં તુલસીનો છોડ હોવો જોઈએ. આનાથી બેક્ટરીઆ તથા જીવાણુ ઘરમાં પ્રવેશ કરતા નથી. સાથે જ ઘરનું વાતાવરણ શુદ્ધ બની રહે છે.
તુલસી બીજ શું છે (Basil Seeds In Gujarati)
ગુણકારી તુલસી વનસ્પતિમાંથી મળતા બીજને બસિલ સીડ (Basil Seeds) કહેવાય છે. સામાન્ય ગુજરાતી ભાષામાં આને તુલસી બીજના નામથી ઓળખવામાં આવે છે.
અન્ય ભાષામાં આને સબ્જા, તુકમલંગા અને તુકમરિયાં બીજ કહેવાય છે. આનું વૈજ્ઞાનિક નામ ઓસિમમ બેસિલિકમ (Ocimum Basilicum) છે. જે લેમિયાસી (Lamiaceae) પરિવારથી સંબંધિત છે.
દેખાવમાં તુલસીના બીજ ઝીણા તથા કાળા રંગના દાણા જેવા હોય છે. આની તાસીર શીતળ છે, જે શરીરમાંથી વધારાની ગરમી ઓછી કરી શકે છે.
આ બીજને માટીમાં રોપીને તમે તુલસીની વનસ્પતિ ઉગાડી શકો છો. ઠંડા પીણાં, સ્વાદિષ્ટ વાનગીઓ તથા ફાલુદામાં નાખવા માટે તુલસી બીજ અગત્યનું છે.
તુલસી બીજના ફાયદા (Benefits Of Basil Seeds In Gujarati)
આહારની ગુણવત્તા તથા સ્વાદમાં વધારો કરતા તુલસી બીજ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. આમાં પોષક તત્વોનો ખજાનો છુપાયેલ છે. જેના થકી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને ઓછી કરી શકાય છે.
(1) હૃદય રોગનું જોખમ ઓછું કરે
હૃદય સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે દરરોજ સવારે તુલસી બીજને ઉકાળીને પીવા જોઈએ. આની અંદર ફ્લેવોનોઈડ અને પોલી ફેનોલ સારી માત્રામાં રહેલ છે.
જેથી શરીરમાં ફ્રી રેડિકલ્સથી તથા નુકસાન ઓછા થાય છે. સાથે જ આનાથી લાલ રક્ત કોશિકાઓનો વિકાસ સારો થાય છે. અને હૃદય પર તેનો સકારાત્મક પ્રભાવ પડે છે.
(2) એન્ટી-કૅન્સર ગુણની ઉપલબ્ધી
જોખમી કૅન્સરને થતું અટકાવવા તુલસીના બીજ ઉપયોગમાં લેવા જોઈએ. એક શોધ અનુસાર એવું તારણ નીકળ્યું છે કે, તુલસી બીજમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી કૅન્સર ગુણ છે.
જે બોડીમાંથી વિષાક્ત પદાર્થોને બહાર નીકાળવામાં સક્ષમ છે. સાથે જ આનાથી બેકટેરિયા અને કૅન્સર કોશિકાઓનો વિનાશ થાય છે.
(3) વજન કમ કરવા માટે
શરીરમાં રહેલ વધારાની ચરબી ઓછી કરવા માટે તમે તુલસી બીજનો યુઝ કરી શકો છો. ફાઈબરની અત્યાધિક માત્ર હોવાના કારણે આનાથી મળ ત્યાગ દરમિયાન આસાની રહે છે.
તુલસી બીજથી પેટ ભરેલું હોય તેવું લાગ્યા કરે છે. જેથી આપણને વધુ ખાવાની ઈચ્છા થતી નથી. તુલસી બીજના પીણાં પીવાની સાથે ઓછી કેલોરી વાળો ખોરાક લેવો જોઈએ.
(4) કોલેસ્ટ્રોલ ઓછું થાય છે
સંશોધન અનુસાર એવું કહેવાયું છે કે, મીઠી તુલસીના બીજથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડવામાં આ મદદરૂપ બને છે.
ધમની અને રક્ત વાહિનીમાં રહેલ વિષાક્ત પદાર્થો, મેલ જેવી અશુદ્ધિઓ તુલસી બીજથી દૂર થાય છે. આવી રીતે હૃદય સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
(5) રક્તચાપ નિયંત્રણમાં રહે છે
ઉચ્ચ તથા નીચા રક્તચાપથી જે લોકો પરેશાન છે. તેમના માટે તુલસીના બીજ ઉત્તમ છે. બીજમાં પોટેશિયમ નામનાં પોષક ગુણની ભરપૂર માત્રા જોવા મળે છે.
પોટેશિયમ દ્વારા ધમની અને રક્ત કોશિકાઓમાં થતું દબાણ ઓછું થાય છે. જેના થકી ઉચ્ચ અને નીચા રક્તચાપમાં નિયંત્રણ રહે છે.
(6) દ્રષ્ટિમાં સુધાર આવે છે
આજના સમયમાં લોકો મોબાઈલ સ્ક્રીન સામે ઘણો સમય વિતાવે છે. તેનો નકારત્મક પ્રભાવ આંખોની દ્રષ્ટિ ઉપર થાય છે. પણ તુલસી બીજના ઉપયોગથી આ સમસ્યાને ટાળી શકાય છે.
વિટામિન-એ અને કે ની ઉપલબ્ધી હોવાના લીધે આંખના સ્વાસ્થ્ય માટે તુલસી બીજ ગુણકારી છે. વિટામિનના કારણે આંખનું રેટિના સારી રીતે કાર્ય કરે છે.
(7) માથાનો દુઃખાવો ઓછો થાય
માથામાં દુખાવો થવો એક સામાન્ય સમસ્યા છે. આને ઠીક કરવા માટે તુલસી બીજથી બનેલ ઉકાળો પીવો જોઈએ. જેનાથી બહુ જ જલ્દી માથાના દુઃખાવાથી છુટકારો મળે છે.
પોષક ગુણોથી યુક્ત હોવાના કારણે તુલસી બીજ માથાનો દુખાવો દૂર કરી માનસિક ઠંડક આપે છે. આ સિવાય તમે માથાના દુઃખાવામાં તુલસીના બીજ પણ ખાઈ શકો છો.
(8) શરદીમાં રાહત મળે છે
ઠંડીના દિવસો દરમિયાન ઘણા લોકોને શરદી થાય છે. શરદીમાં રાહત મેળવવા માટે તમે તુલસી બીજથી બનેલ ઉકાળો પી શકો છો. જેનાથી ઓછા સમયમાં શરદી મટે છે.
બીજમાં એન્ટી સ્પાઝમોડીક નામનું તત્વ જોવા મળે છે. જે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓની સાથે શરદીનું નિવારણ પણ કરે છે.
(9) હાડકામાં મજબૂતી આવે
હાડકા મજબૂત હોય તો પૂરું શરીર મજબૂત રહે છે. હાડકાને તંદુરસ્ત રાખવામાં તુલસીના બીજ સહાયરૂપ બને છે. નિયમિત તુલસી બીજના સેવનથી હાડકામાં મજબૂતી રહે છે.
આમાં આયર્ન, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ અને કેલ્શિયમની સારી માત્રા જોવા મળે છે. જેના કારણે હાડકામાં મજબૂતી આવે છે.
(10) ગળાની ખરાશ ઓછી થાય
વધુ પડતું ઠંડુ ખાવાથી ગળામાં ખરાશ અથવા કાકડાની સમસ્યા ઉભી થાય છે. આના નિવારણ માટે તુલસી બીજથી બનેલ આયુર્વેદિક ઉકાળો પીવો ઉપચાર સમાન છે.
આનો ઉપયોગ તમે કફ સિરપ તરીકે પણ કરી શકો છો. જેના લીધે ફેફસામાં ફસાયેલ કફ આસાનીથી છુટા પડીને બહાર નીકળી જાય છે.
તુલસી બીજના નુકસાન (Side Effects Of Basil Seeds In Gujarati)
આમ તો તુલસી બીજનાં કારણે આપણા સ્વાસ્થ્યને ફાયદા જ મળે છે. પરંતુ વધારે માત્રામાં અથવા અયોગ્ય રીતે ખાવાથી થોડી સ્વાસ્થ્ય સમસ્યા થઇ શકે છે.
- માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓએ તુલસી બીજથી દૂર રહેવું જોઈએ. આ રક્ત સ્ત્રાવને વધારે ઉત્તેજિત કરી શકે છે.
- ગર્ભાવસ્થા દરમિયાન આના કારણે હાર્મોનલ અસંતુલન થઇ શકે છે.
- તમે થાઇરોઇડના દર્દી છો તો ડોક્ટરની સલાહ અનુસાર તુલસી બીજને ઉપયોગમાં લો.
- ફાઈબરની વધારે માત્રા હોવાથી અમુક લોકોને આના કારણે અપચાની સમસ્યા થઇ શકે છે.
- આ બીજમાં વિટામિન-કે પુષ્કળ માત્રામાં જોવા મળે છે. જેના કારણે વધારે સેવનથી લોહી પાતળું થવાની સંભાવના રહે છે.
- લાંબા સમય સુધી દવાઓની સાથે તુલસી બીજનું સેવન કરવાથી લીવર કૅન્સર થવાનો ખતરો રહે છે.
- આમાં રહે એસ્ટ્રાગોલ નામનું કેમિકલ લીવર સ્વાસ્થ્યને નબળું બનાવી શકે છે.
- બીજમાં એન્ટી ફર્ટિલિટીનો વધારે પ્રભાવ છે. જેના વધારે પડતા ઉપયોગથી પુરુષોમાં વીર્યની કમી થઇ શકે છે.
તુલસી બીજનો ઉપયોગ (Uses Of Basil Seeds In Gujarati)
પ્રાચીન સમયથી ઘરેલુ નુસ્ખામાં તુલસીને વિશિષ્ટ સ્થાન મળ્યું છે. કારણ કે આમાં રહેલ તમામ પોષક ગુણ સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે. તો આવો જાણીએ તુલસી બીજનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.
- સવારના પહોરમાં ખાલી પેટ તુલસીના બીજ ખાઈ શકાય છે.
- હેલ્થી નાશ્તામાં તુલસીના બીજોને નાખી શકાય છે.
- ગરમ પાણીમાં તુલસી બીજને ઉકાળીને પી શકો છો.
- હર્બલ ચા ની અંદર બીજને વાટીને નખાય છે.
- ટામેટાની ચટણીમાં તુલસી બીજને નાખી શકાય છે.
- ઘણા પ્રકારના આયુર્વેદિક ઉકાળામાં તુલસી બીજ નાખવામાં આવે છે.
- સલાડને વધુ પૌષ્ટિક બનાવવા માટે અંદર તુલસી બીજ નાખવા જોઈએ.
- અનેક સ્વાદિષ્ટ વાનગીઓમાં તુલસી બીજ નાખી શકાય છે.
- ઠંડા પીણાંની અંદર તુલસી બીજ નખાય છે.
- ફાલુદાની બનાવટમાં તુલસીના દાણા નાખી શકાય છે.
- મેંગો શેકની અંદર તુલસી બીજને નાખવામાં આવે છે.
- સાદા પાણી સાથે તુલસી બીજને લઇ શકાય છે.
- ગરમ દૂધ સાથે તુલસી બીજને ઉપયોગમાં લેવાય છે.
આશા કરું છુ તુલસી બીજના ફાયદા અને ઉપયોગની પુરી જાણકારી આપવામાં સફળ રહી છુ. મળીએ હવે બીજી પોસ્ટમાં ત્યાં સુધી ટેક કેયર.