એશ ગોર્ડ ને (Ash Gourd In Gujarati) માં સફેદ કોળું અથવા સફેદ પેઠા તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનું ફળ છે, જે દેખાવે મોટું અને ગોળાકાર દુધિયા રંગનું હોય છે. આનો મુખ્ય ઉપયોગ પેઠા મીઠાઈ બનાવવા માટે કરવામાં આવે છે. ઘણા લોકો એશ ગોર્ડ ને શાકમાં અથવા અન્ય વાનગીઓ માં પણ નાખે છે.
સ્વાસ્થ્ય ના જાણકાર લોકો સફેદ કોળાના અસલી લાભ પ્રાપ્ત કરવા માટે તેને જૂસ રૂપે પીવે છે. કહેવાય છે કે આ રસ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન કામ કરે છે. જેના વડે શરીરની આંતરિક ગંદગી દૂર થાય છે, પાચન સમસ્યા ઘટે છે અને રોગપ્રતિકારક શક્તિઓ વધે છે.
સફેદ કોળું શું છે (Ash Gourd In Gujarati)
એશ ગોર્ડ ને ફળ અને શાકભાજી બંને રીતે ઉપયોગમાં લઇ શકાય છે. આને આપણી સરળ ગુજરાતી ભાષામાં સફેદ કોળું કહેવાય છે. પ્રાદેશિકતા પ્રમાણે કોળાં ને અન્ય નામે પણ ઓળખવામાં આવે છે. જેમ કે,
- સફેદ ફળ
- સફેદ પેઠા
- સફેદ કદદુ
- ચાઇનીઝ તરબૂચ
- વેક્સ ગોર્ડ
આપણા ભારતમાં સફેદ કોળાને કંઈક આ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.
- સફેદ પેઠા મીઠાઈ બનાવવામાં
- એશ ગોર્ડ નો લાભકારી રસ
- અમુક શાક સાથે મિશ્રિત કરવામાં
આ ત્રણેય પ્રકારના ઉપયોગમાં સૌથી વધારે લાભ Ash Gourd Juice પીવાથી થાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે, એક સફેદ કોળાનો રસ માનવીની 100 સ્વાસ્થ્ય સમસ્યાઓથી લડી શકે છે.
સફેદ કોળાં ના ફાયદા (Benefits Of Ash Gourd In Gujarati)
ઉનાળાનાં દિવસોમાં ગરમી દૂર કરવા અને શારીરિક ઉર્જા વધારવા માટે સફેદ કોળાં નો રસ ઘણો લાભકારક છે. આ સાથે જ સલાડ અથવા મીઠાઈ ના રૂપમાં કોળાને ખાવાથી પણ સ્વાસ્થકિય લાભ પ્રાપ્ત કરી શકાય છે. Ash Gourd દ્વારા થતા સંપૂર્ણ ફાયદાઓની માહિતી નીચે આપી છે.
(1) ટોક્સિન ગંદગી દૂર કરવામાં સહાયક
અયોગ્ય ખોરાક ના કારણે શરીરમાં ઘણા બધા ટોક્સિન અથવા જહરીલા પદાર્થ જમા થવા લાગે છે. આ પ્રકારના પદાર્થો શરીરમાં આંતરિક ગંદગી અને નુકસાન વધારે છે. જેના વધવાથી શરીરમાં બિનજરૂરી ચર્બી વધે છે અને ઘણા રોગોને આમંત્રણ મળે છે. ટોક્સિન ના સતત વધવાથી કિડની, લીવર અને હાર્ટ ને પણ નુકસાન થઇ શકે છે.
શરીરની આવી સમગ્ર ગંદગી ને બહાર કાઢવા બોડીને ડિટોક્સ કરવી જરૂરી છે. જેના માટે સૌથી સરળ માર્ગ છે, રોજ સવારે કોળાનો રસ પીવો. આ રસ પીવાથી શરીરમાં જમા થયેલી ગંદગી મલ માર્ગે બહાર આવી જાય છે. જો નિયમિત રૂપે રસ પીવામાં આવે તો શરીર મજબૂત અને રોગમુક્ત બનતું જાય છે.
(2) મોટાપો અથવા ચર્બી ઘટાડવામાં
જો તમારા પેટ પર ચર્બી ના સ્તર બહુ વધારે થઈ ગયા હોય તો આને કમ કરવા જરૂરી છે. કારણ કે આના સતત વધવાથી તમે ઘણી બીમારીઓનો શિકાર થઈ શકો છો. સરળ પ્રક્રિયા દ્વારા મોટાપો ઘટાડવામાં Ash Gourd બહુ સારા પરિણામ આપે છે. કારણ કે આ ફળમાં પ્રાકૃતિક એન્ટી-ઓબેસિટી ગુણ હોય છે.
જો તમે ચર્બી વધારવા વાળા અયોગ્ય ખોરાક નું પ્રમાણ કમ કરી દો. સાથે નિયમિત એક્સરસાઈઝ કરો અને કોળાનો જૂસ પીવાનું રાખો તો જલ્દીથી મોટાપો ઘટી જશે. આ સાથે જ તમારી પાચનક્રિયા સુધરશે અને શરીરમાં ઉર્જાનું પ્રમાણ પણ વધી જશે.
(3) ડાયાબિટીસ નિયંત્રણમાં લાભદાયક
જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમને ખાનપાન પ્રત્યે વિશેષ કાળજી લેવી પડે છે. જો આમ ન કરે તો ડાયાબિટીસ દ્વારા થતા ભયંકર નુકસાનો નો સામનો કરવો પડે છે. આ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે એશ ગોર્ડ ને કાચું ખાવું જોઈએ અથવા તેનો પ્રાકૃતિક રસ પણ પી શકાય છે.
વ્યક્તિને સ્ટેજ પ્રમાણે અલગ-અલગ ડાયાબિટીસ હોય શકે છે. જેમાં કોઈને વધુ ગંભીર ડાયાબિટીસ હશે તો કોઈને સામાન્ય સ્તરની. જો તમે ગંભીર લેવલ પર હોય તો કોળાનું સેવન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. કારણ કે અમુક મેડિસિન સાથે કોળું સારું નથી હોતું.
(4) પાચનક્રિયા સુધારવા માટે
આયુર્વેદ માં કહેવાય છે કે દરેક સ્વાસ્થ્યકીય સમસ્યાની શરૂઆત પેટ થી થાય છે. જો પાચનક્રિયા સારી અને પેટ સાફ હોય તો શરીર સ્વસ્થ રહે છે. પરંતુ આજની જીવનશૈલી અને જંક ખાવાના લીધે આવું શક્ય થઈ શકતું નથી. જેની સીધી અસર પાચનક્રિયા પર પડે છે.
પાચનક્રિયા ખરાબ થવાથી પેટ માં દુખાવો, ગેસ, એસિડિટી અથવા બળતરા થાય છે. આવું કોઈક દિવસ થાય તો સામાન્ય છે, પણ 1 મહિનામાં આવું ઘણા બધા દિવસો થાય તો સામાન્ય નથી. આના નિરાકરણ માટે દરરોજ 1 ગ્લાસ સફેદ કોળાનો રસ પીવો જોઈએ.
(5) રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં
વ્યકતિમાં રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી હોવાને કારણે કોઈ પણ રોગ સરળતાથી શરીરમાં પ્રવેશ લઇ શકે છે. વાયરલ ઇન્ફેકશન વાળો તાવ આવવા પાછળનું પણ આ જ કારણ હોય છે. જો શરીરની રોગ પ્રતિકારક શક્તિઓ વધારવી હોય તો Ash Gourd Juice પીવો જોઈએ.
આ જૂસમાં પોષક તત્વોથી ભરપૂર વિટામિન્સ અને મીનરલ્સ ની સારી મૌજૂદગી હોય છે. આયુર્વેદમાં આવા ગુણોને રોગ પ્રતીકારકતા માટે સારા માનવામાં આવે છે. વધારે લાભ માટે આ જૂસ પીવાની સાથે દરરોજ પ્રાણાયામ અથવા વ્યાયામ પણ કરવું જોઈએ.
(6) ત્વચા અને વાળ માટે લાભકારી
આપણે ત્વચા અને વાળની સુંદરતા માટે બજારમાં મળતા કેટલાય કોસ્મેટિક પ્રોડક્ટ નો વપરાશ કરીયે છે. જેમાંથી મોટા ભાગના પ્રોડક્ટ નુકસાનકારક હોય છે. આ પ્રોડક્ટ ના સ્થાને દરરોજ ફક્ત સફેદ કોળાંનો જૂસ પીવામાં આવે, તો વધુ લાભ પ્રાપ્ત થાય છે.
એશ ગોર્ડ માં વિટામિન બી, વિટામિન સી, ફાઇબર અને પ્રોટીનનું સારું પ્રમાણ હોય છે. આ ગુણોને કારણે ખરતા વાળ, રૂખા-સુખા બેજાન વાળ સારા થાય છે. ત્વચા સંબંધિત સમસ્યાઓમાં ખીલ ઓછા થાય છે અને ત્વચામાં એક નવો નિખાર જોવા મળે છે.
(7) શરીરને ઠંડક આપે છે
ઉનાળાની ધગધગતી ગરમીમાં શરીર અંદર અને બહાર બંને તરફથી ત્રસ્ત થઈ જાય છે. અમુક વાર વધુ પડતા ગરમ ખોરાક ને લીધે પણ આંતરિક ગરમી વધી જાય છે. જેના પરિણામ રૂપ મોહ માં છાલા પડવા, પેટ દુખાવું, પેટમાં બળતરા થવા, છાતીમાં બળતરા જેવી સમસ્યા થાય છે.
આ સંપૂર્ણ ગરમીને દૂર કરી શરીરને ઠંડક પહુંચાડવામાં Ash Gourd Fruit ફાયદા આપે છે. ફક્ત 3 દિવસ સુધી નિયમિત સફેદ કોળું ખાવાથી શરીરની 80% ગરમી ઓછી થઈ જાય છે. જો ફળ ખાવાનું સારું ન લાગતું હોય તો એશ ગોર્ડ નો રસ બનાવીને પણ પી શકાય છે.
(8) કિડની અને લીવર સ્વાસ્થ્ય માટે
કિડની અને લીવર બંને શરીરના અતિ આવશ્યક આંતરિક અંગો છે. આ અંગોની સાર-સંભાળ માટે નિયમિત એશ ગોર્ડ નો રસ પી શકાય છે. કોળામાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણ હોય છે, જે કિડનીમાં રહેલ ટોક્સિન ને દૂર કરે છે. ઘણા લોકો જૂસ પીને તેમના લીવર ને સાફ કરવા માંગતા હોય છે. આવા લોકોએ આંખ બંદ કરીને કોળાનો રસ પીવો જોઈએ.
ઘણા કેસીસ માં ડૉક્ટર તેમના મરીજ ને રોજ એશ ગોર્ડ જૂસ પીવાની સલાહ આપે છે. આવા મોટા ભાગના મરીજો કિડની, લીવર જેવી બીમારીઓથી સંબંધ ધરાવતા હોય છે. જો તમે પણ આવી કોઈ બીમારીથી પીડિત હોય અને જૂસ પીવા માંગતા હોય તો પહેલા ડોક્ટરી સલાહ લો.
સફેદ કોળાના અન્ય ફાયદાઓ
ઉપર બતાવેલ 8 મહત્વપૂર્ણ ફાયદાઓ સિવાય પણ સફેદ કોળાના (Ash Gourd) અન્ય ફાયદાઓ છે.
- કબજિયાત અથવા પાઈલ્સ ની સમસ્યા દૂર કરવા માટે એશ ગોર્ડ ફાયદેકારક છે.
- સફેદ કોળાનો રસ એક પ્રાકૃતિક એનર્જી ડ્રીંક સમાન કાર્ય કરે છે.
- ઉચ્ચ કોલેસ્ટેરોલ વાળા દર્દીઓ માટે એશ ગોર્ડ જૂસ ખુબ લાભકારક છે.
- શરીર પીળું પડી જવું અથવા કમળાની સ્થિતિ સુધારવા સફેદ કોળું ગુણકારી છે.
- જે લોકો માનસિક તણાવ અથવા ચિંતાથી ગ્રસિત છે, તેમના માટે પણ કોળું સારું છે.
- આ ફળ આંતરડામાં થતી અલ્સર સમસ્યાથી રાહત અપાવે છે.
- સફેદ કોળું કેન્સર જેવી ભયંકર બીમારી સામે પણ સારી લડત આપે છે.
સફેદ કોળાના નુકસાન (Disadvantage Of Ash Gourd In Gujarati)
એશ ગોર્ડ નું સેવન કરવાના ભરપૂર ફાયદાઓ છે. પરંતુ અમુક સ્થિતિમાં આના નુકસાન પણ જોવા મળે છે, જેના વિષે તમારે જાણવું જોઈએ.
- સફેદ કોળાની તાસીર ઠંડી હોય છે. એટલે જેમને ઠંડી ચીજો થી સમસ્યા છે, તેમને આનાથી દૂર રહેવું જોઈએ.
- શિયાળામાં સફેદ કોળું ખાવાથી વધુ ઠંડી નો અનુભવ થઈ શકે છે, અને આનાથી બીમાર થવાની શક્યતા વધી જાય છે.
- મીઠાઈ રૂપે સફેદ પીઠા વધુ પડતું ખાવું એ સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું.
- જેમને ઠંડા ફળ ખાવાથી એલર્જી થતી હોય તેમને એશ ગોર્ડ થી બચવું જોઈએ.
- ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ સફેદ કોળાનું સેવન કરતા પહેલા ડોક્ટરી સલાહ લેવી જરૂરી છે.
- બીમાર વૃદ્ધ વ્યક્તિઓએ એશ ગોર્ડ નું સેવન કરતા પહેલા ડૉક્ટર ની સલાહ લેવી.
સફેદ કોળામાં રહેલ પોષકતત્વો ની જાણકારી
એક સફેદ કોળામાં 96% પાણીનો હિસ્સો જોવા મળે છે. જેમાં વિટામિન અને ફાઇબર નું પ્રમાણ વધુ હોય છે. આ ફળમાં રહેલ પોષકતત્વો સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારી છે. નીચે પ્રતિ 100 ગ્રામ પ્રમાણે કોળામાં રહેલ પોષક ગુણ ની જાણકારી છે.
- પાણી – 96%
- એનર્જી – 13 કેલરી
- પ્રોટીન – 0.5 ગ્રામ
- કાર્બ્સ – 3 ગ્રામ
- ટોટલ ફેટ – 0.2 ગ્રામ
- ફાઇબર – 3 ગ્રામ
- કેલ્શિયમ – 19 મિલીગ્રામ
- આયરન – 0.4 મિલીગ્રામ
- વિટામિન સી – 13 મિલીગ્રામ
આ મુખ્ય ગુણો સિવાય કોળામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, જીંક, કોપ્પર વગેરા પણ શામિલ હોય છે.
સફેદ કોળાનો રસ કેમનો બનાવાનો
Ash Gourd Juice ના આટલા બધા ફાયદા જાણ્યા પછી તમને જરૂર આ રસ પીવાની ઈચ્છા થઇ હશે. જો હા, તો નીચે બતાવેલ પ્રક્રિયા દ્વારા તમે સરળતાથી એશ ગોર્ડ જૂસ બનાવી શકો છો.
- સૌપ્રથમ સફેદ કોળાને સ્વચ્છ પાણી વડે ધોઈને સાફ કરી લો.
- હવે એક ગ્લાસ રસ બનાવવા માટે 200 થી 250 ગ્રામ એશ ગોર્ડ લો.
- ફળની ઉપર રહેલ છાલ અને અંદરના બીજ નીકાળી દો.
- હવે આને નાના-નાના ટુકડાઓમાં કાપીને મિક્સર માં નાખી દો.
- આમ થોડુંક પાણી નાખો અને મિક્સર મશીન ને ચાલુ કરો.
- 1-2 મિનિટમાં રસ તૈયાર થઇ જશે, તેને સ્વચ્છ કપડા વડે ગાળી લો.
- બસ આટલી પ્રક્રિયાના અંતે તમારો પ્રાકૃતિક કૂલિંગ જૂસ તૈયાર છે.
આશા છે કે તમને અમારા દ્વારા લખાયેલ સફેદ કોળાં (Ash Gourd) વિશેની આ જાણકારી સારી લાગી હશે. જો હા, તો આ પોસ્ટ ને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.